બંધ થઈ જશે WhatsApp! જાણો શું છે કારણ
ફેસબુકના ડેપ્યુટી જનરલ સાઉન્સલ પોલ ગ્રેવલનું કહેવું છે કે, બ્લેકબેરીએ દાખલ કરેલો કેસ તેના હાલના મેસેજિંગ બિઝનેસની જે સ્થિતિ છે તે દર્શાવે છે. બ્લેકબેરીએ તેમાં ઘણા સમયથી લેટેસ્ટ અપડેટ્સ આપવાનું બંધ કરી દીધું છે અને તે બીજાના સંશોધનોમાંથી આર્થિક લાભ મેળવવા પ્રયાસ કરી રહી છે. ફેસબુક તેને સામી લડત આપવા માટે તૈયાર છે.
બ્લેકબેરીનું કહેવું છે કે, ઈનબોક્સમાં મલ્ટિપલ ઈનકમિંગ મેસેજ બતાવવા, અનરીડ મેસેજનું ઈન્ડિકેટર ટોપમાં બતાવવું, ફોટો ટેગ અને દરેક મેસેજની બાજુમાં દેખાતો ટાઈમ વગેરે ફીચર પોતાના નામે ચઢાવી દીધા છે. આ તમામ ફીચર્સ બ્લેકબેરી મેસેન્જરના હતા, જેની ફેસબુક, વ્હોટ્સએપે નકલ કરી છે.
બ્લેકબેરીની માગ છે કે, ફેસબુક તેની પ્રાઈમરી એપને બંધ કરી દે. એટલું જ નહીં, ફેસબુક એપ, વ્હોટ્સએપ, વર્કપ્લેસ ચેટ તેમજ ઈન્સ્ટાગ્રામ જેવી એપને પણ બંધ કરી દે. બ્લેકબેરીએ પોતાને આનાથી કેટલું નુક્સાન થયું છે તેનો કોઈ આંકડો નથી આપ્યો, પરંતુ એમ મનાઈ રહ્યું છે કે, જો આ દાવો બ્લેકબેરી જીતી જાય તો ફેસબુક અને વ્હોટ્સએપને મોટી ચૂકવણી કરવી પડે.
બ્લેકબેરીનો દાવો છે કે, ફેસબુક, ઈન્સ્ટગ્રામ તેમજ વ્હોટ્સએપ એ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે જે બ્લેકબેરીએ શરૂઆતમાં વિકસાવી હતી. કંપનીએ કહ્યું છે કે, ફેસબુક અમારી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યું છે, અને લાંબી વાતચીત બાદ અમે તેની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપના નામથી બધા જાણીતા છે. આ એવી મેસેજિંગ એપ્લિકેશન છે જે વિશ્વભરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. જોકે હવે વ્હોટ્સએપ મુશ્કેલીમાં આવી શકે છે. આ મુશ્કેલીનું કારણ છે બ્લેકબેરી જે થોડા વર્ષ પહેલા પોતાના ક્વાર્ટી સ્માર્ટફોનને કારણે જાણીતી હતી. હાલમાં ફરી બ્લેકબેરી ચર્ચામાં છે. બ્લેકબેરીનો આરોપ છે કે ફેસબુક તેમજ વ્હોટ્સએપે પોતાની પોપ્યુલર મેસેજિંગ એપ્લિકેશનની ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. બ્લેકબેરીએ કરેલા આ કેસને કારણે વ્હોટ્સએપ મોટી સમસ્યામાં મૂકાય તેવી શક્યતા નકારી નથી શકાતી.