WhatsApp માં આવ્યા આ 2 નવા ફિચર્સ, જાણો કયું કામ થયુ ઇઝી
નવા અપડેટમાં હવે યૂઝર્સ એપના સ્ટેટસનો વૉટ્સએપને વિઝેટમાં 'આઇફોન ટૂડે વ્યૂ'માં જોઇ શકશે, એટલે કે તમે સ્ટેટસ વૉટ્સએપના વિઝેટમાં જ જોઇ શકશો આ માટે એપને ખોલવાની જરૂર નહીં પડે.
આ બન્ને અપડેટને iOS યૂઝર્સ નવા 2.18.4 વર્ઝનના અપડેટમાં મેળવી શકશે. ખાસ વાત એ છે કે, આ નવા ફિચરને મેળવવા માટે ડિવાઇસ (આઇફોન-આઇપેડ) ની iOS 7.0 કે તેનાથી ઉપરની ઓપરેટિંગ પર ચાલવો જરૂરી છે.
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી પૉપ્યૂલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પોતાના યૂઝર્સ માટે રોજ નવા નવા અપડેટ્સ લાવતું રહે છે. હવે આ કડીમાં વૉટ્સએપ iOS યૂઝર્સ માટે નવું અપડેટ લઇને આવ્યું છે. આ અપડેટમાં આઇફોન યૂઝર્સને નવા ફિચર્સ મળી રહ્યાં છે.
ઉપરાંત આઇફોન પર વૉટ્સએપ યૂઝર્સ માટે વૉઇસ મેસેજને પણ બેસ્ટ બનાવવામાં આવ્યું છે. હવે જો યૂઝ કોઇ વૉઇસ મેસેજ પ્લે કરે છે તો આ મેસેજ સાંભળતા બીજી એપ પણ યૂઝ કરી શકાશે કે પછી આઇફોનની સ્ક્રીન ઓફ હોવા છતાં પણ મેસેજ સાંભળી શકશો. અત્યાર સુધી આઇફોન બંધ કરવાથી વૉઇસ નૉટ ઓટોમેટિકલી બંધ થઇ જતી હતી.
વૉટ્સએપમાં તાજેતરમાં જ એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે 'ચેન્જ નંબર' ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફિચર અંતર્ગત હવે યૂઝર્સ કોઇપણ જાતની પરેશની વિના નંબરને બદલતી વખતે પોતાનો ડેટા આસાનીથી બીજા નંબર પર ટ્રાન્સફર કરી શકે છે. અત્યારે આ બીટા વર્ઝનને એન્ડ્રોઇડ યૂઝર્સ માટે જ અવેલેબલ કરાવવામાં આવ્યું છે. ચેન્જ નંબર ફિચર અત્યારે હજુ ગૂગલ પ્લે સ્ટૉર પર 2.18.97 એન્ડ્રોઇડ બીટા અપડેટના રૂપે અવેલેબલ છે.