WhatsApp પર આવી રહ્યું છે નવું ફીચર, Good Morning મેસેજથી મળશે છૂટકારો
આ ડિસ્ક્રિપ્શનની શબ્દ સીમા 500 છે. તેને પબ્લિક ગ્રુપને વધારે રસપ્રદ અને સહજ બનાવવા માટે જોડ્યું હતું. જણાવી દઈએ કે વર્ષ 2016માં વોટ્સએપે તેમાં ચેટ ઈન્વાઈટ ફીચર પણ જોડ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં ડબ્લ્યૂએબીટાઈન્ફોએ એન્ડ્રોઈડ બીટામાં ટીઓએસ પણ જોયું હતું. તેના દ્વારા વોટ્સએપના ડેટાને ફેસબુક પર શેર કરી શકાય છે.
જણાવી દઈએ કે વોટ્સએપે હાલમાં જ એન્ડ્રોઈડ અને વિન્ડોઝ ફોન માટે બીટા વર્ઝનમાં ગ્રુપ ડિસ્ક્રિપ્શન ફીચર આપ્યું હતું. આ ફીચરને કોઈ કોડ દ્વારા ઈનેબલ કરવાની જરૂર નહીં પડે. આ યૂઝરને આપમેળે જ દેખાશે. જોકે આ ફીચરને એડમિન સુધી સીમિત કરી શકાય છે.
આ સાથે જ તમને જણાવી દઈએ કે સ્ટીકર ફીચર હવે એન્ડ્રોઈડ માટે વોટ્સએપ બીટા પર રજૂ કરી દીધું છે. આ પહેલા વિન્ડોઝ ફોન માટે આવ્યું હતું. આ બંને ફીચર બાઈ ડિફોલ્ટ ડિસેબલ રાખવામાં આવ્યા છે. વેબસાઈટ મુજબ વોટ્સેએપ પર જો યુઝરને કોઈનો ફોરવર્ડેડ મેસેજ મળે છે, તો હવે તેને આ વાતની જાણકારી આપવામાં આવશે.
આ ફીચર WAB ટાઈનફોની નજરમાં આવ્યું છે, જે વોટ્સએપનું અપડેટ ટ્રેકર છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ફીચર વોટ્સએપ બીટામાં એન્ડ્રોઈડ V2.18.67 વર્ઝન માટે છે.
નવી દિલ્હીઃ વ્હોટ્સએપ પર આવનારા ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ જેવા મેસેજથી લગભગ બધા જ લોકો પરેશાન છે. એવામાં આ પરેશાનાને ઓછી કરવા માટે WhatsApp પર ફોર્વડેડ મેસેજ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચરને કારણે જો કોઈ તમને મેસેજ ફોરવર્ડ કરે છે ત્યારે તેના પર ફોરવર્ડ લખવામાં આવશે. એવામાં તમે આ મેસેજને જોયા વગર જ ડિલીટ કરી શકો છો.