WhatsApp પર આ કામ કરશો તો કોઈપણ તમારા મેસેજ વાચી લેશે
વ્હોટસએપે જણાવ્યું કે જે મેસેજનુ બેકઅપ ગૂગલ ડ્રાઇવ પર લેવામાં આવશે, તે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે નહીં. એટલે કે, કોઈપણ થર્ડ પાર્ટી તમારો વ્યક્તિગત મેસેજ, વિડયોઝ, ફોટા અને વિડિયો ફાઇલોને ઍક્સેસ કરી શકે છે. વ્હોટ્સએપ તેમના પ્લેટફોર્મ પર 'એન્ક્રિપ્શન' ની સુવિધા આપે છે, એટલે કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે કોઇ મેસેજ અથવા વિડિયો ફાઇલ્સ મોકલવામાં આવે છે, મોકલેલા મેસેજને માત્ર સેન્ડ અથવા રિસીવર સિવાય અન્ય કોઈ જોઈ શકતુ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્હો્ટસએપે જણાવ્યું હતું કે નવેમ્બર WhatsAppમાં અપડેટ સાથે બેકઅપ (ફોટો, વિડિયો, ચેટ), અને એક વર્ષ બાદ અપડેટ કરી શકાય નહી તેને ડિલીટ કરવામાં આવશે, તેથી 12 નવેમ્બર પહેલાં, ખાતરી કરો કે તમારે તમારો ડેટા બેકઅપ લીધો છે. કંપની તરફથી યૂઝરને બેકઅપ લેતા સમયે વાઇફાઇ કનેક્ટ કરવાની સલાહ આપી છે.
નવી દિલ્હીઃ આમ તો વોટ્સએપ પોતાના યૂઝર્સ દ્વારા મોકલવામાં આવેલ ટેક્સ્ટ, તસવીર અને અન્ય મેસેજીસને એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્શન દ્વારા સુરક્ષિત રાખ છે પરંતુ અનેક વખત યૂઝર્સ સ્માર્ટફોન પર પોતાના વોટ્સએપનો ડેટા બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર લઈ લે છે. તો આ દરમિયાન વોટ્સએપનો ડેટાની એનક્રિપ્શન સિક્યોરિટી તૂટી જાય છે. આ જ સૌથી મોટી સમસ્યા છે.
ભારત સરકાર લાંબા સમયથી વોટ્સએપ પર દબાણ કરી રહી છે, કે તે એવી સુવિધા આપે કે સંદેશો ક્યાંથી આવે છે, અફવાઓ ક્યાંથી ફેલાય છે, તેમની ખબર પડી શકે. પરંતુ, વોટ્સએપએ જણાવ્યું હતું કે તે તે આવા સોફ્ટવેર બનાવી શકતા નથી, જેથી તે સંદેશો ક્યાથી રિલીઝ થયો છે. જો તે આવુ કરે તો તેનાથી યુઝર્સની પ્રાઇવસી પણ સમાપ્ત થઇ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -