Xiaomiના દમદાર સ્માર્ટફોન Poco F1નું પ્રથમ સેલ આજે, જાણો કિંમત અને ઓફર
Xiaomi Poco F1ની કિંમતઃ 6 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20999 રૂપિયા, 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 રૂપિયા, 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29999 રૂપિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In AppXiaomi Poco F1ના ફીચર્સઃ 6.18 ઇંચની આઇફોન-એક્સ જેવી નૉચ ડિસ્પ્લે, ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન, 6/8 જીબી રેમ વેરિઅન્ટ, 64/128/256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ (256 જીબી સુધી એક્સપાન્ડેબલ), ક્વૉલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 12+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા, 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 4000 mAhની ક્વીક ચાર્જિંગ સપોર્ટ કરતી બેટરી, ફોન સાથે ફાસ્ટ ચાર્જર પણ મળશે, એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ, ગ્રેફાઇટ બ્લેક, સ્ટીલ બ્લૂ અને આર્મર્ડ વેરિઅન્ટ્સ
નવી દિલ્હીઃ શાઓમીના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Poco F1નું વેચાણ આજે ભારતમાં થશે. હેન્ડસેટ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ અને Mi.com પર બપોરે 12 કલાકથી ઉપલબ્દ થશે. ચીનની કંપની શાઓમીએ પોતાના આ પોનને નવી સબ બ્રાન્ડ પોકો અંતર્ગત લોન્ચ કર્યો છે. આ પોકો બ્રાન્ડનો પ્રથમ સ્માર્ટફોન છે અને તેની ટક્કર મિડ રેન્જના OnePlus 6 અને Asus ZenFone 5Z સાથે થશે. શાઓમી પોકો એફ1ની કિંમત 20,999 રૂપિયાથી શરૂ થયા છે અને સૌથી મોંઘા વેરિયન્ટ 29,999 રૂપિયા છે. પ્રથમ સેલમાં HDFC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -