નવા વર્ષ પર whatsappએ બનાવ્યો આ નવો રેકોર્ડ! ભારતીયો રહ્યા અગ્રેસર
નવા વર્ષની સાંજે મોકલવામાં આ મેસેજિસમાં 13 બિલિયનથી પણ વધારે ફોટોઝ અને 5 બિલિયનથી વધારે વીડિયોઝ શામેલ છે. વોટ્સએપ મુજબ આ આંકડો 31 ડિસેમ્બરના રાત્રે 12 વાગ્યાથી 1 જાન્યુઆરી 11 વાગીને 59 મિનિટ સુધીનો છે. ભારતમાં 200 મિલિયન એક્ટિવ વોટ્સએપ યુઝર્સ છે. આ આંકડાથી દુનિયાભરમાં વોટ્સએપની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.
આ આંકડો ત્યારે પહોંચ્યો છે જ્યારે નવા વર્ષના થોડા જ સમય પહેલા વોટ્સએપના ડાઉન થવાની ખબરો આવી હતી. ત્યારે તે ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ ટોપિક પણ બની ગયો હતો.
નવી દિલ્હીઃ નવા વર્ષે પોતાના મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા સંદેશ મોકલવા માટે સૌથી વધારે કોઈ ઇન્સટન્ટ મેસેન્જિંગ એપનો ઉપયોગ થયો હોય તો તે છે વ્હોટ્સએપ. આ એપના માધ્યમથી એટલા મેસેજ કરવામાં આવ્યા છે કે એક રેકોર્ડ બની ગયો છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે યૂઝર્સે વ્હોટ્સએપ પર 75 બિલિયન એટલે કે 7500 કરોડ મેસેજ સેન્ડ કર્યા હતા. તેમાંથી 20 બિલિયન એટલે કે 2000 કરોડ મેસેજ તો એકલા ભારતીયોએ જ મોકલ્યા હતા.