WhatsApp લાવ્યું ‘મીડિયા પ્રીવ્યૂ’ ફીચર, હવે નોટિફિકેશનથી જ ડાઉનલોડ થઈ શકશે મીડિયા
નવા વોટ્સએપ ફીચર્સના ટેસ્ટિંગને લઈને ડબલ્યૂએબીટાઈઇન્ફોને જાણકારી આપી છે કે iOS યૂઝર્સને નવું એક્સટેન્શન ફીચર એપના વર્ઝન 2.18.80માં મળી રહ્યું છે. આ યૂઝર્નસે ઓટો ડાઉનલોડ વિકલ્પને એક્ટિવેટ ન હોવા પર નોટિફિકેશનથી જ ઇમેજીસ અને જીઆઈએફ (ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ્સ)ને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. એટલે કે તેના માટે એપને એક્સેસ કરવાની જરૂર નહીં રહે પરંતુ નોટિફિકેશન બારથી જ આ રીતે મીડિયાને ડાઉનલોડ કરી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ફેસબુકની મારિકી ધરાવતી મેસેન્જર એપ વોટ્સએપે મંગળવારે આઈઓએસ 10 અથવા તેનાથી ઉપરના ડિવાઓસ માટે નવું અપડેટ જારી કર્યું છે જેમાં યૂઝર્નસે નોટિફિકેશન એક્સટેન્શન અથવા મીડિયા પ્રીવ્યૂ ફીચર આપવામાં આવ્યું છે. તે યૂઝર્સને મીડિયા ફાઈલને ઓન સ્ક્રીન નોટિફિકેશન પર પણ દેખાશે અને ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.
જોકે કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી કે આ ફીચર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ક્યારે જારી કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -