WhatsAppમાં કૉલ માટે આવ્યું આ નવું ફિચર, આ રીતે કરી શકાશે યૂઝ
વૉટ્સએપ સંબંધિત માહિતી લીક કરનારુ ટ્વીટર એકાઉન્ટ wabetainfo અનુસાર, આ નવા અપડેટમાં યૂઝર્સને વૉઇસ કૉલે દરમિયાન વીડિયો ચેટ સ્વિચ બટન મળશે. જો યૂઝર આને પ્રેસ કરે છે તો વૉઇસ કૉલ પર અવેલેબલ બીજા યૂઝર્સને રિક્વેસ્ટ જશે. જો તે યૂઝર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે તો વૉઇસ કૉલ વીડિયો કૉલમાં તબદીલ થઇ જશે.
બીટા વર્ઝન કોઇપણ એપ, વેબસાઇ કે ઓએસના ઔપચારિક લૉન્ચ પહેલા લૉન્ચ કરવામાં આવતું એક વર્ઝન છે, જેમાં ટેસ્ટર દ્વારા લોકોના ફિડબેક લે છે અને યૂઝરને કોઇ બગ મળે તો તેને સુધારવામાં આવે છે.
આને સિલેક્ટ કરતાંજ તમે તે યૂઝરના પ્રાઇવેટ ચેટબૉક્સમાં જતાં રહેશો અને અહીં ગ્રુપના મેસેજને કૉટ કરીને રિપ્લાય કરી શકશે.
જોકે, આ પહેલાના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ ગ્રુપમાં પ્રાઇવેટ રિપ્લાય ફિચર ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર ગ્રુપમાં આવેલા મેસેજને પ્રાઇવેટ ચેટમાં રિપ્લાય કરી શકશે. પ્રાઇવેટ રિપ્લાય ફિચર માટે ગ્રુપના જે મેસેજનો રિપ્લાય કરવો છે, તે સિલેક્ટ કરવો પડશે. તેના પર ટેપ કરવાથી તમને “Reply privately” નો ઓપ્શન દેખાશે.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક કામનું ફિચર રિલીઝ કરી દીધું છે, આ ફિચર કૉલ માટેનું છે. કંપનીએ એપના બીટા અપડેટ 2.18.4માં યૂઝર્સને વૉઇસ કૉલ દરમિયાન વીડિયો કૉલમાં સ્વિચ કરવાનો ઓપ્શન આપ્યો છે, એટલે યૂઝર્સ કૉલ ચેન્જ કરી શકશે.
વૉટ્સએપે આ ફિચર બદલાતા સમયના કારણે લૉન્ચ કર્યું છે. આ પહેલા વૉઇસ કૉલ દરમિયાન વીડિયો કૉલ માટે વૉઇસ કૉલ કાપવો પડતો હતો અને ત્યારપછી જ વીડિયો કૉલ કરી શકાતો હતો. જો રિસિપિએન્ટ ઇચ્છે તો આ રિક્વેસ્ટને રિજેક્ટ પણ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં વૉઇસ કૉલ ચાલું રહશે.