ભારતમાં કાયમી માટે બંધ થઈ શકે છે Whatsapp, જાણો કેમ
અહીં એક મીડિયા કાર્યશાળા અંતર્ગત વોટ્સએપના કોમ્યૂનિકેશન પ્રમુખ કાર્લ વૂગે જણાવ્યું કે, પ્રસ્તાવિત નિયોમથી જે સૌથી વધારે ચિંતાનો વિષય છે તે છે મેસેજ કોણ મોકલે છે તે જાણવા પર ભાર મુકવું છે. ફેસબુકની માલિકી ધરાવતી વોટ્સએપ ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન આપે છે, જેનો મતલબ એ થયો કે માત્ર મોકલનાર અને મેળવનાર જ મેસેજ વાંચી શકે છે ત્યાં સુધી કે વોટ્સએપ પણ ઈચ્છે તો મોકલેલ મેસેજ મોકલી ન શકે. વૂગનું કહેવું છે કે, આ ફીચર વગર વોટ્સએપ બિલકુલ નવી પ્રોડક્ટ બની જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતમાં કારોબાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિક કેટલાક નિયમો જો લાગુ કરવામાં આવે તો તેનાથી વોટ્સએપના અસ્તિત્વ પર ભારતમાં જોખમ ઉભું થઈ શકે છે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ જાણકારી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે સૌથ મોટું બજાર છે. કંપનીના વિશ્વભરમાં કુલ 150 કરોડ યૂઝર્સ છે.
વૂગ અનુસાર પ્રસ્તાવિત ફેરફાર જે લાગુ થવા જઈ રહ્યા છે, તે મજબૂત ગુપ્તતા સુરક્ષા અનુસાર નથી, જે વિશ્વભરમાં લોકો ઈચ્છે છે. તેમણે કહ્યું કે, અમે એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન ઉપલબ્ધ કરાવીએ છીએ. પરંતુ નવા નિયમ અંતર્ગત અમારે અમારી પ્રોડક્ટને નવેસરથી બનાવવી પડશે.
વૂગે નવા નિયમ લાગુ થયા બાદ ભારતીય બજારમાંથી બહાર નીકળવાની સંભાવના મુદ્દે કોઈ સ્પષ્ટતા ન કરતાં કહ્યું કે, તેના પર અંદાજ લગાવવાનો કોઈ મતલબ નથી કે આગળ શું થશે. આ મુદ્દે ભારતમાં ચર્ચા કરવા માટે એક પ્રક્રિયા પહેલાથી જ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -