WhatsApp યૂઝર્સ માટે આવી રહ્યા છે બે નવા શાનદાર ફીચર, જાણો શું છે ફીચર
આ મહીનાની શરૂઆતમાં વોટ્સએપે ગ્રુપ માટે કોટ રિપ્લાય ફીચર શરૂ કરી દીધું છે. જે મેસેઝ અથવા વ્યક્તિને જવાબ આપવા માંગો છો. તેને યૂઝર ગ્રુપમાં અથવા ફીચર સિંગલ ચેટમાં તે મેસેઝને કોટ કરી રિપ્લાય કરી શકે છે.
આ ફેરફારને ધ્યાનમાં રાખીને વૉટ્સએપે પણ લૉર્જ ઈમોજી પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વોટ્સએપની નવી ઈમોજી સાધારણ ઈમોજીની તુલનામાં ત્રણ ઘણી મોટી હશે.
હવે વાત કરી રહ્યા છીએ મોટા ઈમોજીની.. એપલ iOS 10માં મોટી ઈમોજીને ખાસ જગ્યા આપવામાં આવી છે. આઈફોને પોતાના મેસેઝને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી.
હાલના સમયમાં ઑડિયો ફાઈલના ઑપ્શનમાં આ સુવિદ્યા નથી.
German પબ્લિકેશનના રિપોર્ટના મતે, આ નવા ફીચર્સને વોટ્સએપના iOS બીટા વર્ઝન પર સ્પૉટ કરવામાં આવ્યું છે. મ્યૂઝિક ફીચરમાં યૂઝર પોતાના કૉન્ટેક્ટમાં રહેલા લોકોને સોંગ મોકલી શકશે અને યૂઝર આ સોંગને એપલ મ્યૂઝિક સાથે લિંક કરી શકશે.
હાલમાં જ વૉટ્સએપમાં ગ્રુપ મેંશન ફીચર અને ગ્રુપ લિંક ઈનવાઈટ જેવા ફીચરને સ્પૉટ કરવામાં આવ્યા છે. પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે, કંપની તેની સાથે શાનદાર મ્યૂઝિક શેયરિંગ ફીચર અને મોટી ઈમોજીના ફીચર ઉપર કામ કરી રહ્યા છે.