WhatsAppમાં પ્રાઈવેટ રિપ્લાઈ સહિત આવી રહ્યા છે બે નવા ફીચર્સ, જાણો વિગતે
આ બધા ફીચર્સ ઉપરાંત વ્હોટ્સએપમાં ગ્રુપ કોલિંગ ફીચર પણ આવી શકે છે. અહેવાલ અનુસાર એડમિન સેટિંગ્સ એક નવું ટેબ વ્હોટ્સએપમાં જોડવામાં આવશે જ્યાં બે ઓપ્શન હશે, સેન્ડ મેસેજ અને એડિટ ગ્રુપ ઇન્ફો
આવનારા સમયમાં વ્હોટ્સએપ પર જો તમને કોઈ મુશ્કેલી આવી રહી છે તો તમે શેક ફીચરનો ઉપયોગ કરી શકો છે. માત્ર શેક કરવાથી તમે એ મુશ્કેલીની ફરિયાદ વ્હોટ્સએપને કરી શકો છો.
કોઈ વ્હોટ્સએપ ગ્રુપના મેસેજને થ્રેડથી કોઈ એક વ્યક્તિને તમે પ્રાઈવેટ રિપ્લાઈ કરી શકો છો. જોકે હાલમાં પણ એમ કરી શકાય છે, પરંતુ કોઈ ખાસ ઓપ્શન નથી કે જેને સિલેક્ટ કરીને તમે પ્રાઈવેટ મેસેજ કરી શકો. આ ફીચર અંતર્ગત કોઈપણ ચેટ વિન્ડોને છોડીને તમે પ્રાઈવેટ મેસેજ કરી શકો છો.
નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી ઇન્સટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં કેટકા નવા ફીચર્સ આવીરહ્યા છે જે ખૂબ જ રસપ્રદ હોઈ શકે છે. આ ફીચર્સ એન્ડ્રોઈડ, આઈફોન અને વેબ યૂઝર્સ માટે આવશે. આ ફીચર્સમાં ટેપ ટૂ અનબ્લોક, શેક ટૂ રિપોર્ટ, પ્રાઈવેટ રિપ્લાઈન ઈન ગ્રુપ અને કેટલાક નવા ઓપ્શન્સ સામેલ છે. હાલમાં જ WhatsAppમાં Picture in Picture મોડ આપવામાં આવ્યું છે જે અંતર્ગત ચેટમાં જ વીડિયો જોઈ શકાય છે.
WA બીટાઇનફો અનુસાર વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં આ ફીચર્સ પહેલા આપવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર વ્હોટ્સએપ વેબ વર્ઝન 2.7315માં બે નવા ફીચર્સ પ્રાઈવેટ રિપ્લા અને પિક્ચર ઇન પિક્ચર મોડ આપવામાં આવ્યા છે. જ્યારે વર્ઝન 2.17.425, 2.17.436 અને 2.17.437માં ત્રણ નવા ફીચર્સ ટેપ ટૂ અનલોક, શેક ટૂ રિપોર્ટ અને ન્યૂ ઇન્વાઈટ લિંકનો ઓપ્શન આપવામાં આવશે.
તેમાંથી કેટલાક ફીચર્સ જે વેબ પર ઉપલબ્ધ છે અને વ્હોટ્સએપમાં આવવામાં લગભગ થોડો સમય લાગી શકે છે. પરંતુ એ સ્પષ્ટ છે કે વ્હોટ્સએપ એપમાં આ ફીચર્સ મળશે. જોકે વ્હોટ્સએપ આવા કોઈ ફીચર્સની સત્તાવાર જાહેરાત કરી નથી.