હવે WhatsApp દ્વારા કોઈપણ પ્રકારની ફાઈલ મોકલી શકાશે, જાણો કેવી રીતે
આ અપડેટમાં એક અન્ય ફીચર પણ જોડાયું છે. તે અંતર્ગત તમે કેમેરા સ્ક્રીનથી સીધા જ ફોટોઝ અને વીડિયો સીલેક્ટ કરી શકો છો. હાલમાં જ વ્હોટ્સએપે ફોટો ફિલ્ટર્સનો વિકલ્પ આપ્યો હતો. તે અંતર્ગત તસવીર મોકલતા સમયે તેમાં ફિલ્ટર્સ લગાવી શકાય છે. તેની સાથે જ ચારથી વધારે તસવીર મોકલીએ તો તે ગેલેરીની જેમ સેન્ડ થશે જેથી સેન્ડર અને રિસીવરને તેને જોવામાં સરળથા રહે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર iOS યૂઝર્સ 128MB સુધીની ફાઈલ્સ સેન્ડ કરી શકે છે. જ્યારે એન્ડ્રોઈડ માટે 100MBની મર્યાદા છે. વ્હોટ્સએપ વેબથી માત્ર 64MB સુધીની ફાઈલ્સ મોકલી શકાય છે. નવા અપડેટ બાદ હવે તમે એપ પણ વ્હોટ્સએપ દ્વારા કોઈને મોકલી શકો છો. કારણ કે એપીકે ફાઇલ પણ સરળતાથી મોકલી શકાય છે.
પીડીએફ બાદ સીએવી, ડોક, પીપીટી, પીપીટીએક્સ, આરટીઈફ, ટીએક્સટી અને એસએલએસ જેવી ફાઇલ મોકલવાનો ઓપ્શન આપવામાં આવ્યો. પરંતુ બાદમાં હવે લગભગ તમામ પ્રકારની ફાઈલ વ્હોટ્સએપ દ્વારા મોકલી શકાશે.
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં એક નવું અપડેટ આવ્યું છે. આ નવા અપડેટ બાદ હવે તમે કોઈપણ પ્રકારની ફાઈલ મોકલી શકશો. આ પહેલા વ્હોટ્સએપએ પીડીએફ ફાઈલ મોકલવાનું ફીચર આપ્યું હતું. જોકે માત્ર 100 એમબી સુધીની જ ફાઇલ મોકલી શકાતી હતી. શરૂઆતમાં વ્હોટ્સએપમાં કોઈપણ પ્રકારની ફાઈલ મોકલવાનો વિકલ્પ ન હતો. પરંતુ ધીમે ધીમે કંપનીએ તસવીર, ઓડિયો અને પીડીએફ ફાઈલ્સ શેરિંગ કરવાની શરૂઆત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -