WhatsApp લાવ્યું નવું ફીચર, પેટીએમને આપશે ટક્કર
જોકે હજુ પણ આ ફીચર ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ હ્યું છે, પરંતુ તમે તેનો ઉપયોગ કરી શકો ચો. હવે વ્હોટ્સએપે પેમેન્ટ ફીચરની અંદર એક નવો વિકલ્પ જોડ્યો છે. આ નવો વિકલ્પ ક્યૂઆર કોડનો છે. હવે વ્હોટ્સએપમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે હાલમાં જ ભારતીય યૂઝર્સ માટે પેમન્ટ ઓપ્શનની શરૂઆત કરી છે. વ્હોટ્સએપનું આ નવું ફીચર WhatsApp Pay ડિજિટલ પેમેન્ટ છે જે યૂપીઆઈ આધારિત છે. નવા વર્ઝનના વ્હોટ્સએપમાં આ ફીચર જોડાયેલ છે જે અંતર્ગત તમે ત્યાંથી તમારા કોન્ટેક્ટ્સના એકાઉન્ટમાં સીધી જ રકમ ટ્રાન્સફર કરી શકો છો.
ડિજિટલ વોલેટ સર્વિસ પેટીએમ પહેલા જ વ્હોટ્સએપ પેમેન્ટને ભારતમાં લોન્ચ થવાથી મૂંઝવણમાં છે અને હવે નવા ફીચર બાદ લગભગ બન્ને વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. કારણ કે ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાનું ફીચર પેટીએમ પહેલેથી જ આપી રહ્યું છે.
વ્હોટ્સએપના 2.18.93 વર્ઝનમાં પેમેન્ટ ફીચરમાં ક્યૂઆર કોડ વિકલ્પ આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે એન્ડ્રોઈડના વ્હોટ્સએપમાં જઈને સેટિંગ્સ પર ટેપ કરવાનું રહેશે. અહીં પેમેન્ટ ઓપ્શન મળસે ત્યાર બાદ તમે સ્કેન ક્યૂર આરકોડ પર ટેપ કરી શકો છો. અહીંથી સીધા જ ક્યૂરઆર કોડ સ્કેનનો વિકલ્પ મળસે અને તમે સ્કેન કરીને રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે તમારે પિન વેરિફિકેશન પણ કરવાનું રહેશે.
આ ફીચર બાદ હવે સ્પષ્ટ છે કે વ્હોટ્સએપ પોતાના WhatsApp Paymentનું વિસ્તરણ કરવાની તૈયારી કરી રહ્યું છે. પેટીએમના સ્થાપક પહેલા જ કહી ચૂક્યા છે કે વ્હોટ્સએપ પેમેન્ટ સિક્યોર નથી, કારણ કે તેને લોગઈન કરવા માટે પાસવર્ડની જરૂરત નથી હોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -