એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આવ્યું WhatsApp માં આ નવું ફિચર, આમ થશે યૂઝ
આ નવા બીટા અપડેટમાં વૉટ્સએપના પાંચ અલગ અલગ આઇકૉન આપવામાં આવ્યા છે. આ આઇકૉનમાં અલગ અલગ શેપ છે- સર્કલ, સ્ક્વેર, રાઉન્ડ સ્ક્વેર, ટિયરડ્રૉપ અને સર્કલ. એન્ડ્રોઇડ પોલીસના એક રિપોર્ટ અનુસાર, આઇકોનમાં કોઇ ફેરફાર નથી, પણ આને એડેપ્ટિવ બનાવવા માટે આની કિનારીઓને આકાર આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર, આ ફિચર એન્ડ્રોઇડમાં આપવામાં આવેલા વૉટ્સએપમાં પણ આવી શકે છે.
જોકે, આ ફિચરનો યૂઝ કરવા માટે તમારા સ્માર્ટફોનમાં લૉન્ચર સપોર્ટ પણ હોવો જરૂરી છે, કેમકે એપ્સના એડેપ્ટિવ આઇકૉન યૂઝ કરવા માટે તમારી પાસે લૉન્ચર સપોર્ટ હોવો ખુબ જરૂરી છે.
આ એડેપ્ટિવ લૉન્ચર ફિચર માટે તમારે વૉટ્સએપના બીટા ટેસ્ટર માટે રજિસ્ટૉર કરવું પડશે, કેમકે આ ફિચર અત્યારે બીટા વર્ઝન માટે જ છે. જો તમે ઇચ્છો તો એપીકે મિરરની વેબસાઇટ પરથી આનું લેટેસ્ટ વર્ઝન પણ ડાઉનલૉડ કરી શકો છો.
ગયા મહિનાના અંતમાં iPhone યૂઝર્સ માટે પણ નવું અપડેટ આવ્યું છે. જો તમારી પાસે આઇફોન છે તો તમે તમારા વૉટ્સએપને અપડેટ કરી શકો છો. અપડેટ કર્યા પછી તમને નવો ઓપ્શન મળશે. ઉદાહરણ તરીકે, જો તમે આ સ્ટીકરવાળા વીડિયોઝ કે ફોટોઝ મોકલવા માંગો છો તો એ જ રીતે અપનાવવી પડશે જે સ્ટાન્ડર્ડ છે. + આઇકૉન પર ક્લિક કરીને લાઇબ્રેરીમાંથી ફોટો અને વીડિયો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ ઉપરની બાજુએ ઇમોજી આઇકૉનને ટેપ કરી અહીં તમને ઓપ્શન મળશે સ્ટીકર્સ લગાવવોનો. અહીંથી તમે ટાઇમ, ક્લૉક અને લૉકેશન એડ કરી શકો છો.
નવી દિલ્હીઃ વૉટ્સએપના નવા વર્ઝનમાં તમને કેટલાક ફેરફારો જોવા મળશે, આ લેટેસ્ટ બીટા એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે જ છે, તાજેતરમાં જ એન્ડ્રોઇડ માટે રિલીઝ કરવામાં આવેલા વૉટ્સએપ અપડેટમાં પણ કેટલાક નવા ફિચર્સ આપવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -