Vivoના આ સ્માર્ટફોન્સની કિંમતમાં થયો ઘટાડો, જાણો નવો ભાવ
વીવો Y53માં 960×540 પિક્સલની ક્યૂએચડી ડિસ્પલે છે. ફોન યૂનિબોડી કર્વ્ડ ડિઝાઈન સાથે આવે છે. ફોનમાં 1.4 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 2GB રેમ અને 16GB સ્ટોરેજ છે. કેમેરાની વાત કરીએ તો Vivo Y53માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા છે, જે અલ્ટ્રા એચડી મોડ સાથે આવે છે. સેલ્ફી લેવા માટે 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. આ ફોન એન્ડ્રોઈડ 6.0 માર્શમેલો પર આધારિત છે. ફોનને પાવર આપવા માટે 2500mAhની બેટરી આપેલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVivo V7+ ફુલ વ્યૂ ડિસ્પલે સાથે આવનારો કંપનીનો પહેલો સ્માર્ટફોન છે. ફોનની સૌથી ખાસ વાત 24 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે, જે f.2.0 અપાર્ચર અને ફ્લેશ સાથે ફોનમાં આપેલો છે. આ ઉપરાંત ફોનમાં 5.99 ઈંચની આઈપીએસ ડિસ્પલે પણ છે. સ્માર્ટફોનની બોડીમાં મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ આપેલો છે. ફોનમાં માઈક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરીને સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 7.1 નોગટ પર કામ કરે છે. તેમાં 16 મેગાપિક્સલનો રિયર કેમેરા છે.
Vivo V7+ સ્માર્ટફોનને 21,990 રૂપિયામાં લોન્ચ કરાયો હતો. બીજી તરફ, Vivo Y53 સ્માર્ટફોનને 500 રૂપિયા સસ્તો કરાયો છે. હવે આ ફોનને 8,490 રૂપિયામાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર મળશે. Vivo V7+ અને Vivo Y53 ભારતમાં પાછલા વર્ષે લોન્ચ લોન્ચ કરવામાં આવ્યા હતા. વીવો વી7+ સ્માર્ટફોન ગોલ્ડ, મેટ બ્લેક અને રોઝ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. તો વીવો Y53ને ક્રાઉન ગોલ્ડ અને મેટ બ્લેક કલરમાં વેચવામાં આવે છે.
નવી દિલ્હીઃ વીવીઓ પોતાના વીવો વી7+ અને વીવી વાય 53 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ભારતમાં Vivo V7+ની કિંમતમાં 2000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે હવે આ ફોન ખરીદવા માટે 19,990 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત Vivo V7+ લિમિટેડ એડિશનને 20,990 રૂપિયામાં વેચવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -