એન્ડ્રોઈડ યૂઝર્સ માટે નવા ફીચર્સ લાવશે વ્હોટ્સએપ, જાણો વિગતે
અગાઉ કંપનીએ એ પણ જણાવ્યું કે, તે વૉઈસ કૉલિંગ પર કામ કરી રહી છે. આશા છે કે, નવા વર્ઝનમાં ગ્રુપ વીડિયો અને ગ્રુપ ઓડિયો કૉલિંગ ફીચર પણ આવી શકે છે. અત્યાર સુધી વ્હોટ્સએપમાં ઑડિયોથી વીડિયો અથવા વીડિયોથી ઑડિયો કૉલમાં સ્વિચ કરવાનો કોઈ વિકલ્પ નથી.
વ્હોટ્સએપમાં થનારા ફેરફારોને ટ્રેક કરનારા એક યૂઝરના ટ્વીટર હેન્ડલ મુજબ, વ્હોટ્સએપ નવા અપડેશનમાં ફેસબુક જેવા સ્ટીકર્સ લાવવાનું છે. જોકે. શરૂઆતમાં આ સ્ટીકર્સ માત્ર ગ્રુપ ચેટિંગ માટે જ ઉપલબ્ધ હશે. સાથે જ વ્હોટ્એપમાંથી ‘Show All Contacts’ ટેબને પણ હટાવવામાં આવશે.
નવી દિલ્હીઃ જાણીતી ચેટિંગ એપ વ્હોટ્સએપે વિતેલા વર્ષે યૂઝર એક્સપીરિયન્સ વધારવા માટે અનેક નવા ફીચર્સ લાવ્યું હતું. ચાલુ વર્ષે પણ કંપની પોતાના યૂઝર્સ માટે નવા ફીચર્સ લાવાવની તૈયારી કરી રહ્યું છે. એન્ડ્રોઈડના નવા બીટા વર્ઝન 2.17.443માં નવા કોન્ટેક્ટ ટેબ, ન્યૂ સ્ટિકર આઈકન્સ અને ગ્રુપ કોલિંગ જેવા ફીચર્સ યૂઝર્સને મળશે.