ભૂલથી સેન્ડ કરેલા મેસેજ હવે ડીલીટ કરી શકાશે, WhatsApp લાવ્યું આ નવું ફીચર
નવી દિલ્લી: વ્હોટ્સ પર ભૂલથી સેન્ડ થઈ જતા મસેજને લઈને હવે રહો બેફિકર કારણ કે વ્હોટ્સએપ હવે નવુ ફિચર લાવી રહ્યું છે. વ્હોટ્સએપ પર ભૂલથી સેન્ડ થયેલા મેસેજને યૂઝરે હવે ડિલીટ કરી શકે છે. વ્હોટ્સએના આ શાનદાર ફીચર ‘ડિલીટ ફોર એવરીવન’ નામથી લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે યૂઝર્સ વચ્ચે આ ફીચર ‘રિકોલ’ અને ‘રિવોક’ નામથી ઓળખાય છે.
વ્હોટ્સએપ પર ભૂલતી સેન્ડ થયેલા કોઈ પણ પ્રકારના મેસેજ ડિલીટ કરવા માટે યૂઝર સંબંધિત મેસેજ પર હોલ્ડ પ્રેસ કરવું પડશે. ત્યાર બાદ ડિલીટનું આઈકોન દેખાશે તેનાથી સરળતાથી ડિલીટ કરી શકાશે. જો કે બંને તરફની કન્વર્સેશનને મેસેજ ડિલીટ કરવા માટે બંને યૂઝર્સ પર એપ અપડેટ હોવી જરૂરી છે.
ડિલીટ ફોર એવરીવન ફીચર દ્વારા યૂઝર વ્હોટ્સએપ પર ટેક્સ કે મલ્ટીમીડિયા કોઈ પણ પ્રકારના મેસેજને સરળતાથી ડિલીટ કરી શકશે. એટલે કે યૂઝર ટેક્સ મેસેજ સિવાય વીડિયો, જીઆઈએફ, ઈમેજ અને વીડિયોને પણ ડિલીટ કરી શકશે. યૂઝરને કોઈ પણ મેસેજ ડિલીટ કરવા માટે 7 સેકંડ મળશે. મેસેજ સેન્ડ કર્યા બાદ સાત સેકંડની અંદર મેસેજ ડિલીટ કરવામાં ના આવે તો તેને ડિલીટ કરવાનો વિકલ્પ નહીં આવે.