WhatsApp માં આવ્યું આ ઇન્ટરેસ્ટિંગ ફિચર, ક્લિક કરી જાણો યૂઝ
રિપોર્ટ્સ અનુસાર આ ફિચર એન્ડ્રોઇડમાં આપવામાં આવતા વૉટ્સએપમાં પણ આવી શકે છે.
આ ઉપરાંત બીજીવાત એ છે કે જો તમે વૉટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બન્નેનો ઉપયોગ કરો છો તો ફેસબુક તમારા માટે એક ખાસ ફિચર રિલીઝ કરી શકે છે. આ ફિચર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ લવર્સને ખુબ પસંદ આવશે. રિપોર્ટ્સ અનુસાર કંપની એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહી છે, જેનાથી ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ પોતાની ઇન્સ્ટા સ્ટૉરીઝને ડાયરેક્ટ વૉટ્સએપ પર વૉટ્સએપ સ્ટેટસના રૂપમાં શેર કરી શકશે.
ઉદા.તરીકેઃ- જો તમે કોઇને આ સ્ટીકરવાળો વીડિયો કે ફોટોઝ મોકલવા માંગો છો, તો તે જ રીત અપનાવવી પડશે, + આઇકૉન પર ક્લિક કરો લાઇબ્રેરીમાંથી ફોટો અને વીડિયો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ઉપરની બાજુએ ઇમોજી આઇકૉન પર ટેપ કરી અહીં તમને ઓપ્શન મળશે સ્ટીકર લગાવવાનો. અહીં તમે ટાઇમ, ક્લૉક અને લૉકેશન એડ કરી શકો છો.
આ નવું અપડેટ iPhone યૂઝર્સ માટે છે. જો તમારી પાસે આઇફોન છે તો તમે પોતાના વૉટ્સએપને અપડેટ કરી શકો છો. અપડેટ કર્યા પછી તમને નવું ઓપ્શન મળેશે.
તાજેતરમાં જ ફેસબુકના સ્વામિત્વવાળી WhatsApp એ ભૂલથી બીટા અપડેટમાં એક નવા ફિચરને રૉલઆઉટ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી કંપની 'રિપ્લાય પ્રાઇવેટલી' ફિચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ એક એવું ફિચર છે જેનાથી યૂઝર્સ કોઇ ગ્રુપ ચેટમાં પ્રાઇવેટ રીતે મેસેજ મોકલી શકશે. WaBetaInfo અનુસાર, ડેવલપર્સે ભૂલથી આ ફિચર ઇનેબલ કરી દીધું હતું.
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપના નવા વર્ઝનમાં કેટલાક ફેરફાર સાથે ઇન્ટરેસ્ટિંગ નવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે. V 2.18.30 માં નવા ફિચર અતર્ગત ફોટોઝ અને વીડિયોઝ પર ટાઇમ અને લૉકેશનનું સ્ટીકર લગાવી શકો છો.