આ સ્માર્ટફોન્સ પર હવે ટુંક સમયમાં બંધ થઇ જશે Whatsapp, કંપનીએ કહ્યું- તમારો ફોન અપગ્રેડ કરી દો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએન્ડ્રોઇડ ઓએસ 4.0 કે પછી તેનાથી ઉપરની, આઇફોન આઇઓએસ 8 કે પછી તેનાથી ઉપરની, વિન્ડોઝ ફોન 8.1 વર્ઝન પર.
31 ડિસેમ્બર, 2018 બાદ નોકિયા એસ40, 1 લી ફેબ્રુઆરી, 2020 સુધી એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 કે તેનાથી જુના ફોન પર, આઇઓએસ 7 કે પછી તેનાથી ઉપરના ફોન પર 1લી ફેબ્રુઆરી 2020 થી.
જે ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપે અત્યારે કામ કરવાનું બંધ કરી દીધું છે, તેમાં એન્ડ્રોઇડ વર્ઝન 2.3.3 થી જુના વર્ઝન છે. આ ઉપરાંત વિન્ડોઝ ફોન 8.0 કે તેનાથી જુના ફોન સામેલ છે. આઇફોન 3જીએસ/આઇઓએસ 6 સામેલ છે. નોકિયા સિમ્બિયન એસ60, બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10 પર પણ વૉટ્સએપે કામ કરવાનું બંધ કરી દીધું છે.
આની સાથેજ વૉટ્સએપે પોતાના યૂઝર્સને સૂચના આપી છે કે જલ્દી નવા એન્ડ્રોઇડ વર્ઝનના ફોનનો યૂઝ કરો. પોતાના સપોર્ટ પેજ પર વૉટ્સએપે લખ્યું છે કે અમે આ સ્માર્ટફોન્સ પર સપોર્ટ આપવાનું બંધ કરી રહ્યાં છીએ. જો તમે આ ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન્સનો યૂઝ કરી રહ્યાં હોય તો પછી જલ્દીથી અપડેટ કરી લો.
કંપનીએ માહિતી આપી છે કે વૉટ્સએપ કેટલાય સ્માર્ટફોન પર સપોર્ટ બંધ કરવા જઇ રહ્યું છે કેમકે બધા નવા ફિચર્સ બધા ફોન પર કામ નથી કરી શકતાં. સૂચના આપતા કંપનીએ કહ્યું કે, એવા કેટલાક ફોન છે જેના પર વૉટ્સએપે સપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે, અને વળી કેટલાક એવા સ્માર્ટફોન પણ છે જેમાં આ વર્ષના અંત સુધીમાં વૉટ્સએપ સપોર્ટ નહીં કરે.
નવી દિલ્હીઃ ભાતત જ નહીં પણ દુનિયાભરમાં કરોડો યૂઝૉર્સ વાળી મેસેજિંગ એપ Whatsappના યૂઝર્સ માટે એક ખાસ સમાચાર છે. Whatsapp આ વર્ષે અનેક સ્માર્ટફોન્સ પર કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ એક યાદી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધી એવા કેટલાય સ્માર્ટફોન્સ હશે જેમાં વૉટ્સએપ કામ નહીં કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -