Xiaomiએ લોન્ચ કર્યો Redmi S2 સ્માર્ટફોન, ડ્યૂઅલ કેમેરા સાથે મળશે અનેક ફીચર્સ, જાણો વિગતે
કિંમતની વાત કરીએતો Redmi S2ની શરૂઆતની કિંમત CNY 999 (અંદાજીત 10,559 રૂપિયા) જેમાં 3 GB રેમ સાથે 32 GB ઈન્ટરનલ મેમોરી મળશે. જ્યારે બીજા વેરિયન્ટમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે જેની કિંમત CNY 1299 (અંદાજીત 13,730 રૂપિયા) રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોટોગ્રાફી માટે તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં એક લેન્સ 12 મેગાપિક્સલ જ્યારે બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. સેલ્ફી માટે તેમાં એલઈડી ફ્લેશ સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Android Oreo પર આધારિત MIUI9 આપવામાં આવ્યો છે.
Redmi S2 ત્રણ કલરના વેરિયન્ટ- રોઝ ગોલ્ડ, શેમ્પેઈન ગોલ્ડ અને પ્લેટિનમ સિલ્વરમાં ઉપલ્બધ રહશે. આ સ્માર્ટફોનની બેટરી 3080mAhની છે. મેટલ યૂનિબોડીવાળા Redmi S2માં રિયર ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે.
Redmi S2 બેઝલ લેસ સ્માર્ટફોન છે અને 18:9 એસ્પેક્ટ રેશિયો આપવામાં આવ્યો છે. 5.99 ઈંચની એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં 4GB રેમ અને 64GB સુધીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે.
નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ ગુરુવારે રેડમી એસ2 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Xiaomi Redmi S2 કંપનીએ એવા લોકો માટે બનાવ્યો ચે જે સેલ્ફી અને વીડિયો કોલિંગ પસંદ કરે છે. આ ફોન જોવામાં આ Mi 6X જેવો જ લાગી રહ્યો છે. ભારતમાં પણ ટૂંક સમયમાં આ ફોન લોન્ચ કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -