ફોનમાં આપોઆપ આધાર હેલ્પલાઈન નંબર સેવ થવા પર ગૂગલે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું...
ગૂગલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમને તપાસ બાદ માલુમ પડ્યું છે કે 2014ના વર્ષમાં ભારતમાં સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આપવામાં આવેલા સેટઅપમાં આ નંબર ઉમેરવામાં આવ્યો હતો. આ નંબર ત્યારથી જ એન્ડ્રોઇડ ફોનમાં છે. આ નંબર યુઝર્સના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોવાથી તે નવા ડિવાઇસના કોન્ટેક્ટ લિસ્ટમાં પણ આપમેળે જ ટ્રાન્સફર થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કેટલાક મોબાઈલ ફોનમાં ફોનધારકોની મંજૂરી વગર જ આધાર હેલ્પલાઈન નંબર પહેલેથી સેવ હોવાનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયા બાદ વિવાદ ઉભો થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ફોનમાં UIDAIનો જૂનો હેલ્પલાઈન નંબર 1800-300-1947 કેવી રીતે આપોઆપ સેવ થઈ રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ UIDAIએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ એજન્સીને આ નંબર સેવ કરવા માટે કહ્યું નથી અને હેન્ડસેટ બનાવતી કંપનીઓનું પણ કહેવું છે કે, તેણે આ નંબર નાંખ્યો ન હતો. હવે આ મામલે ગૂગલે મોટો ખુલાસો કર્યો છે.
ગૂગલે સ્પષ્ટતા કરી છે કે ફોનબુકમાં જે નંબર સેવ થઈ રહ્યો છે તેના પાછળ કોઈ ઓથોરિટી જવાબદાર નથી, પરંતુ સોફ્ટવેરની સમસ્યાને કારણે આવું થઈ રહ્યું છે. ગૂગલ તરફથી 2014ના વર્ષમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આપવામાં આવતા સેટઅપ પોગ્રામમાં આ નંબર ઉમેરવામાં આવ્યો હતો.
આ અંગે ગૂગલે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે તેમણે એન્ડ્રોઇડ ફોન બનાવતી કંપનીઓને આપવામાં આવતા શરૂઆતના સેટઅપમાં આ નંબર નાખ્યો હતો. આ જ કારણે આ નંબર અનેક યુઝર્સના મોબાઇલ ફોનમાં ટ્રાન્સફર થઈ ગયો હતો. ગૂગલે જણાવ્યું છે કે તે થોડા દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -