ચાર મહિનામાં જ Xiaomiએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણીને ચોંકી જશો તમે
રેડમી નોટ 5 પ્રોના 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટનલ મેમરીવાળા સ્માર્ટપોનની કિંમત 13999 રૂપિયા છે, જ્યારે 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરીવાળા ફોનની કિંમત 16999 રૂપિયા છે. તેમાં 18:9 ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, ડ્યૂઅલ રિયર કેમેરા સિસ્ટમ (12 MP અને 5 MP), 20 MPનો સેલ્ફી કેમેરા, ફેસ અનલોક ઓપ્શન તથા સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો વર્ઝન વાળા રેડમી નોટ 5 સીરીઝને કંપનીએ આ વર્ષે ફેબ્રુઆીરમાં લોન્ચ કર્યા હતા. 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ મેમરીવાળા રેડમી નોટ 5ની કિંમત 9999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જબી ઇન્ટરનલ મેમરીવાળા મોબાઈલની કિંમત 11999 રૂપિયા છે. સ્માર્ટફોન 18:9 ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે, 4,000 mAh બેટરી અને ક્વાલકમ સ્નેપડ્રેગન 625 પ્રોરેસરની સાથે 12 એમપીનો રિયર કેમેરો તથા ઓછા પ્રકાશવાળા ક્ષેત્ર માટે એલઈડી સેલ્ફી લાઈટની સુવિધા છે.
નવી દિલ્હીઃ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ભારતીય બજારમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારતીય બજારમાં માત્ર ચાર મહિનાની અંદર રેડમી નોટ 5 સીરીઝના 50 લાખ મોબાઈલ વેચાયા છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો ભારતીય ગ્રાહકોની વચ્ચે ઝડપથી લોકપ્રિય થયો છે અને એમાઈ પ્રશંસકો તરફતી ખૂબ પ્રેમ મળ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -