પહેલીવાર શ્યાઓમીએ ભારતમાં લૉન્ચ કરી છે ઇન્ટરનેટ સર્વિસ, આ એપમાં મળશે સપોર્ટ
આ મ્યૂઝિક એપમાં કેટલાક ફિચર્સ પણ છે જેમાં ડાયનેમિક લિરિક્સ સામેલ છે. આ અંતર્ગત યૂઝર્સને કેરોકે સોન્ગનો અનુભવ મળશે. યૂઝર્સ હંગામા પ્રૉના પેકેજની સાથે Mi Music ની અંદર ઓફલાઇન ગીતો ડાઉનલૉડ કરી શકો છો. હંગામા પ્રૉ માટે કસ્ટમર્સને દર વર્ષે 899 રૂપિયા આપવા પડે છે.
Mi Music ભારતમાં હંગામાં મ્યૂઝિકની સાથે રિલીઝ કરવામાં આવ્યુ છે. કંપની અનુસાર, આમાં 10 મિલિયન ફ્રી મ્યૂઝિક ટ્રેક્સ છે અને 13 ઇન્ડિક લેગ્વેજમાં તમને સિલેક્ટ કરવાનો મોકો મળશે. આ મ્યૂઝિક સર્વિસ અનલિમિટેડ લાઇફટાઇમ ફ્રી મ્યૂઝિકનો ઓપ્શન આપે છે, જેમાં ડિવાઇસના લૉકલ મ્યૂઝિક ફાઇલ્સને સિંક કરી શકો છો.
ચીનમાં શ્યાઓમી માત્ર પ્રૉડક્ટ માટે જ નહીં પોતાની સર્વિસ માટે પણ ઓળખાય છે. આ બે એપ્સની સાથે શ્યાઓમી ભારતમાં પોતાની ઇન્ટરનેટ સર્વિસ પણ લઇને આવી છે. શ્યાઓમીનો દાવો છે કે, ભારતમાં Mi Music ના 7 મિલિયન ડેલી એક્ટિવ યૂઝર્સ છે.
શ્યાઓમીએ ભારત માટે ડિઝાઇન કરેલા કેટલાક MIUI ફિચર્સ આપ્યા છે જેમાં 13 ઇન્ડિક લેગ્વેજનો સપોર્ટ પણ છે.
શ્યાઓમી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે, ‘શ્યાઓમી યોગ્ય કિંમત પર કસ્ટમર્સને બેસ્ટ સ્પેશિફિકેશન્સની સાથે હાઇ ક્વૉલિટી પ્રૉડક્ટ્સ આપવામાં વિશ્વાસ કરે છે. અમે આવુ અમારા બિઝનેસ મૉડલના કારણે કરી શકીએ છીએ. આ બે એપ્સના લૉન્ચની સાથે અમે આશા છે કે લાખો શ્યાઓમી સ્માર્ટફોન યૂઝર્સ આને યૂઝ કરશે.’
Mi Music એક મ્યૂઝિક સર્વિસ એપ છે જેમાં તમને ગીતો મળશે અને તેને તમે સ્ટ્રીમ કરી શકો છો. આ જ રીતે એપ વીડિયો માટે પણ છે. આ અન્ય મ્યૂઝિક અને વીડિયો સ્ટ્રીમિંગ એપ જેવી જ છે.
નવી દિલ્હીઃ ચીનની કંપની શ્યાઓમીએ મ્યૂઝિક અને વીડિયો સર્વિસ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. વેલ્યૂ એડેડ સર્વિસ અંતર્ગત હવે તમને શ્યાઓમીની Mi Music, Mi Video અને Mi Pop Play સર્વિસ મળશે.