શાઓમીએ ભારતીય બજારમાં લોન્ચ કર્યો Mi A2 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
શાઓમી Mi A2માં એન્ડ્રોઈડ 8.1 ઓરિયો OS છે. સ્માર્ટફોન ડ્યૂઅલ સિમ કનેક્ટિવિટી સપોર્ટ કરે છે ઉપરાંત રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક, 3.5 એમએમ ઓડિયો જેક તથા યૂએસબી ટાઈપ-સી જેવા કનેક્ટિવિટી ફીચર્સ છે. ફોનમાં 3010 એમએએચ બેટરી છે. ઉપરાંત તેમાં ડ્યૂઅલ 4જી VoLTE, GPS, ગ્લોનાસ બ્લૂટૂથ 5, અને વાઈ-ફાઈ 802.11 જેવા ફીચર્સ આપેલા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતમાં વિતેલા વર્ષે સૌથી વધારે સ્માર્ટપોન વેચનારી કંપની શાઓમીએ પોતાનો નવો સ્માર્ટફોન Mi A2 લોન્ચ કર્યો છે. એન્ડ્રોઈડ વન આધારિત આ સ્માર્ટફોનમાં કંપનીએ ડ્યુઅલ રિયર કેમેરા, 20 એમપીનો ફ્રન્ટ કેમેરા અને 6 જીબી રેમની સાથે રજૂ કર્યો છે. કંપનીએ હાલ આ ફોન 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે રજૂ કર્યો છે.
ફોનમાં 12 મેગાપિક્સલ પ્રાઈમરી અને 20 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સરવાળો ડ્યૂઅલ રિયર સેટઅપ કેમેરા છે. રિયર કેમેરા ફ્લેશ એલઈડી સાથે આવે છે. સેલ્ફી માટે 20 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા છે.
ભારતમાં Mi A2ને 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમતમાં 16,999 રૂપિયામાં, જ્યારે 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમતનો હજુ સુધી ખુલાસો નથી કરાયો. ફોનને બ્લેક, ગોલ્ડ, લેક બ્લૂ અને રોજ ગોલ્ડ કલરમાં લોન્ચ કરાયો છે. Mi A2 માટે 9 ઓગસ્ટ બપોરે 12 વાગ્યાથી અમેઝોન ઈન્ડિયા અને Mi.com તથા પ્રીફર્ડ પાર્ટનર સ્ટોર્સ પરથી પ્રી ઓર્ડર શરૂ થશે. રિલાયન્સ જિયો ગ્રાહકોને 2200 રૂપિયાના કેશબેક અને 4.5 ટીબી ડેટા મફત મળશે.
શાઓમી Mi A2માં 5.99 ઈંચની ફુલ એચડી+ રિઝોલ્યુશન ડિસ્પલે છે, જેમાં 2.5ડી કર્વ્ડ ગ્લાસ છે. ફોનમાં ક્વોલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 660 પ્રોસેસર છે. જે 1.8 ગીગીહર્ટ્ઝ પર વર્ક કરે છે. ગ્રાફિક્સ માટે તેમાં અડ્રેનો 512 જીપીયૂ આપેલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -