આજે લોન્ચ થશે Xiaomiનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi Note 2, જાણો શું હશે ફીચર્સ
લીક અહેવાલ અનુસાર Xiomi Note 2માં 5.7 ઇંચની ક્વાડ એચડી સુપર એમોલેડ ડિસ્પ્લે હશે અને તેમાં ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસર Snapdragon 821 હશે. તેમાં 6GB રેમની સાથે 128GB ઇન્ટરનલ મેમરી હોવાના પણ સમાચાર છે. તેની બેટરી પણ દમદાર હશે અને તેનો પાવર 4,100mAh હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ લોન્ચ થયેલ Mi 5Sની જેમ જ તેમાં પણ બે રિયર કેમેરા આપવામાં આવશે. એક કેમેરેમાં 23 મેગાપિક્સલનો IMX 318 સેન્સર હસે અને બીજામાં 12 મેગાપિક્સલના સેન્સર હશે. થોડી જ વારમાં લોન્ચ થતા જ તેની સંપૂર્ણ જાણકારી, ઉપલબ્ધતા અને કિંમતની જાણકારી મળી જશે.
તેમાં બેજલ્સને હોવાના પણ સમાચાર છે. બેજલ્સ એટલે કે ડિસ્પ્લેની ચારે બાજુએ આપવામાં આવેલી સ્પે. આ અહેવાલ સાચા પડ્યા તો એક એવો સ્માર્ટફોન આવશે જેની ફ્રન્ટમાં માત્ર ડિસ્પ્લે હશે.
કહેવાય છે કે, આ સ્માર્ટપોન Galaxy S7 Edge બન્ને બાજુથી કર્વ્ડ હશે. એટલે કે તેમાં ડ્યુઅલ એજ ડિસ્પ્લે આપવામાં આવશે. ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં પણ એવા અહેવાલ આવ્યા હતા કે તેમાં 3ડી ટચ સ્ક્રીન આપવામાં આવશે.
ચીનની દિગ્ગજ મોબાઈલ કંપની શ્યાઓમી હવે થોડી જ વારમાં પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi Note 2 લોન્ચ કરશે. તેના માટે બીજિંગમાં એક મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓએ કહ્યું કે, નવા ફીચર્સ માટે તૈયાર રહો. ઉલ્લેખનીય છે કે, વિતેલા થોડા મહિનાથી તેના લીક થવાના સમાચાર આવતા રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -