લોન્ચ થયો Xiaomi Mi Note 2, જાણો કેટલી છે કિંમત અને શું છે ફીચર્સ
4,070mAhની બેટરીની સાથે આવનાર આ ડિવાઈસમાં ક્વિક ચાર્જ 3.0 આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટીની વાત કરીએતો આ ફોનમાં યૂએસબી ટાઈપ-C પોર્ટ, ડ્યુઅલ સિમ, 4G LTE VoLTE, બ્લૂટૂથ, NFC જેવા ફીચર આવામાં આવ્યા છે. ઉપરાંત આ સ્માર્ટફોન 4G+ સપોર્ટિવ હશે જે 600Mbpsની સ્પીડ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્માર્ટફોનમાં શાનદાર કેમેરા આપવામાં આવ્યો છે. તેનો રિયર કેમેરા 22.6 મેગાપિક્સલ છે. તેમાં ઈલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબલાઈઝેશન (EIS) આપવામાં આવ્યું છે. જે આ પહેલા ગૂગલના પિક્સલ ડિવાઈસમાં જોવા મળતું હતું. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ ફેસિંગ કેમેરા આપવામાં આવ્યો છે.
પ્રોસેસરની વાત કરીએ તો ફોનમાં 2.35GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 821 ચિપસેટ છે જે ક્વાલકોમની સૌથી લેટેસ્ટ ચિપ છે. આ ફોનમાં બે વેરિઅન્ટ 6 જીબી અને 4 જીબી સાથે આવે છે.
તેના ફીચર્સની વાત કરીએ તો Mi Note 2માં 5.7 ઇંચનું ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080x1920 પિક્સલ છે. તેની ડિસ્પ્લે OLED કર્વ્ડ અને ગોરિલ્લા પ્રોટેક્શનની સાથે આવે છે.
શ્યાઓમી Mi Note 2ના બે વેરિઅન્ટ બજારમાં ઉતારવામાં આવ્યા છે. તેમાં 4 જીબી રેમ+64 જીબીની સ્ટોરેજની કિંમત 2799 યુઆન (અંદાજે 28 હજાર રૂપિયા) અને 6 જીબી રેમ+128 જીબી વેરિઅન્ટની કિંમત 3499 યુઆન (35 હજાર રૂપિયા અંદાજે) રાખવામાં આવી છે.
આ ફોનની સૌથી મોટી ખાસિયત છે તેની ડ્યુઅલ કર્વ્ડ એજ અને ફ્રન્ટ-બેક સાઇડની 3D ગ્લાસ ડિઝાઈન જે તેને હાઈ-એન્ડ સ્માર્ટફોનની કેટેગરીનો બનાવે છે. આવા ફીચર સેમસંગના હાલમાં જ રીલિઝ થયેલ S7 અને S7 એજમાં જોવા મળે છે.
શ્યાઓમીએ છેલ્લા એક મહિનાથી જેની ચર્ચા ચાલી રહી હતી તે પોતાનો ફ્લેગશિપ Mi Note 2 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનને બીજિંગની એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો. આ નવો સ્માર્ટફોન 2015માં જાન્યુઆરીમાં લોન્ચ થનારો Mi Noteનો સક્સેસર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -