Xiaomiનો સૌથી ફાસ્ટ અને દમદાર ફિચર વાળો ફોન Poco F1 લૉન્ચ, જાણો ખાસિયતો અને કિંમત
કિંમતની વાત કરીએ તો, 6GB+64GB વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા, 6GB+128GB વેરિએન્ટની કિમત 23,999 રૂપિયા અને 8GB+256GB વેરિએન્ટની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ બુધવારે પોતાની સબ-બ્રાન્ડ Pocophone અંતર્ગત Poco F1 સ્માર્ટફોન લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યું છે. દાવો છે કે આ સૌથી ફાસ્ટ પર્ફોર્મન્સ કરશે.
આ ફાસ્ટ સ્માર્ટફોનમાં કંપનીએ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ આપી છે અને ફોનમાં 4,000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉક ફિચર સાથે આવે છે.
સ્માર્ટફોનના ખાસિયતની વાત કરીએ તો આમાં કંપનીએ 6.1 ઇંચની ડિસ્પ્લે આપી છે, ઉપરાંત સ્નેપડ્રેગન 845 પ્રૉસેસર, તથા 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 12+5 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.
Poco F1ને બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. પહેલુ વેરિએન્ટ 6જીબી રેમ, 64જીબી સ્ટૉરેજ અને બીજુ વેરિએન્ટ 6જીબી રેમ, 128જીબી સ્ટૉરેજની સાથે આવે છે. આની સાથે જ 8જીબી રેમ, 256જીબી સ્ટૉરેજની લિમિટેડ એડેશન પણ લૉન્ચ કરી છે જેની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -