Xiaomiએ લોન્ચ કર્યો સસ્તો 4G ફીચર ફોન, 15 દિવસ સુધી ચાલશે બેટરી
નવી દિલ્હીઃ ચીનની કંપની Xiaomi સસ્તા સ્માર્ટફોન બનાવવા માટે જાણીતી છે. કંપનીએ બે નવા ફીચર ફોન Qin1 અને Qin1s લોન્ચ કર્યા છે. કંપનીએ આ બે નવા હેન્ડસેટને યૂપિન ક્રાઉડફન્ડિંગ પ્લેટફોર્મ અંતર્ગત લોન્ચ કર્યા છે. આ ફીચર પોનમાં યૂઝરને વોયસ કોલ અને મેસેજિંગ સપોર્ટ મળે છે. પરંતુ શાઓમી Qin1 અને Qin1s એડવાન્સ ફીર સાથે આવે છે. આ ફીચર ફોનમાં રિયલ ટાઈમ મલ્ટી લિંગ્વલ વોયસ ટ્રાન્સલેશન સપોર્ટ છે. બંને વેરિયન્ટ હાલમાં 199 ચીની યુઆન (લગભગ 2,000 રૂપિયા)ના ફંડીંગ પર ઉપલબ્ધ છે. જોકે ભારતમાં આ ફોન ક્યારે આવશે તે મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફોનના 4G વેરિયન્ટને શાઓમીએ Qin1s નામથી ઉતાર્યું છે. આ એન્ડ્રોઈડ આધારિત મોકોઆર5 પર વર્ક કરે છે. તેમાં ડ્યુઅલ કોર એસી9820ઈ ચિપસેટ છે. સાછે જ 256એમબી રેમ અને 512 એમબી સ્ટોરેજ આપેલું છે. ફોનમાં 4જી VoLT, વાઈ-ફાઈ હોટસ્પોટ, બ્લૂટૂથ 4.2, જીપીએસ અને યૂએસબી ટાઈપ-સી કનેક્ટિવિટી છે.
શાઓમી Qin1 અને Qin1sમાં 2.8 ઈંચની આઈપીએસ ડિસ્પલે છે. ફોનમાં 1480 એમએએચની બેટરી છે. કંપનીએ 15 દિવસ સુધી સ્ટેન્ડબાય ટાઈમ અથવા 420 મિનિટ ટોક ટાઈમનો દાવો કર્યો છે.
ડ્યુઅલ-સિમ શાઓમી Qin1 ન્યૂક્લિયસ પર ચાલે છે. તેમાં ડ્યુઅલ કોર મીડિયાટેત એમટી6260એ પ્રોસેસરનો ઉપયોગ થયો છે. આ સાથે જ 8એમબી રેમ અને 16 એમબી ઈનબિલ્ટ સ્ટોરેજ છે.
આ બન્ને ફીચર ફોનને 15 સપ્ટેમ્બરથી માર્કેટમાં ઉપસબ્ધ કરાવાશે. ફોન બ્લેક અને વ્હાઈટ રંગમાં ઉપલબ્ધ હશે. શાઓમીના આ બંને ફીચર ફોનની સૌથી ખાસ વાત છે રિયલ ટાઈમ ટ્રાન્સલેશન ફીચર. શાઓમી Qin1 અને Qin1sમાં 17 ભાષાઓ માટે સપોર્ટ છે. તેમાં બિલ્ટ ઈન ઈન્ફ્રારેડ બ્લાસ્ટર છે. જેના કારણે ફોન રીમોટ કંટ્રોલનું પણ કામ કરશે. હેડસેટમાં યૂએસબી ટાઈપ-સી પોર્ટ છે. પહેલીવાર ફીચર ફોનમાં આટલા બધા હાર્ડવેર ઓપ્શન આપવામાં આવેલા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -