30 નવેમ્બરે લોન્ચ થશે Redmiનો સૌથી સસ્તો સ્માર્ટફોન, જાણો તેના ફીચર્સ
રેડમીનો લોન્ચ થનારો સ્માર્ટફોન Redmi 5A હોઈ શકે છે. આ સ્માર્ટફોનને કંપનીએ થોડા દિવસ પહેલા ચીનમાં લોન્ચ કર્યો છે. જે કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. ચીનમાં તેની કિંમત 599 યૂઆન (અંદાજીત 5800 રૂપિયા) રાખવામાં આવી છે.
નવા સ્માર્ટફોનના વીડિયોમાં જોવ મળે છે કે એક યુવક ટીવી જોઈ રહ્યો છે અને અચાનક રિમોટની બેટરી ખતમ થઈ જાય છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આવનારા ફોનમાં ટીવીના રિમોટની જેમ ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટફોન મલ્ટિટાસ્કિંગ છે. ભારતમાં આ કંપનીન સૌથી સસ્તો સ્માર્ટફોન હશે.
નવી દિલ્હીઃ ચીનની કંપની શ્યાઓમી ફરી એક વખત ભારતીય બજારમાં ‘દેશ કા સ્માર્ટફોન’ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ આ જ મહિને દેશ કા સ્માર્ટપોનની જાણકારી આપવાનું શરૂ કર્યું હતું. શ્યાઓમી પહેલા જ ખુલાસો કરી ચૂક્યું છે કે, આવનારો શ્યાઓમી સ્માર્ટફોન એક મોટી બેટરીવાળો ફોન હશે.
Redmi 5Aના ફીચર્સની વાત કરીએ તો 5 ઈંચ ફુલ એચડી ડિસ્પ્લે, 1.4 ગીગાહર્ડઝનું 425 ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેરર, 2 GB રેમ, 16GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી છે. આ ઉપરાંત કેમેરાની વાત કરીએ તો 13 મેગાપિક્સલ રિયર કેમેરા અને સેલ્ફી, વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
ફ્લિપકાર્ટે પોતાની વેબસાઈટ પર આ સ્માર્ટફોન વિશે કેટલીક જાણકારી મૂકી છે. આ ફોન ફ્લિપકાર્ટ પર એક્સક્લૂસિવ રહેશે. આ ઉપરાંત ફોનમાં બેટરી બેકઅપ સારો આવશે. આ ઉપરાંત ભારતીય ભાષાઓ પણ જોવા મળશે. આ સાથે IR બૂસ્ટર પણ હોઈ શકે છે.