Xiaomi Redmi 5A થયો લોન્ચ, 8 દિવસની બેટરી લાઈફ મળશે
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi 5A આઉટ ઑફ ધ બોક્સ MIUI 9 પર ચાલે છે. તેમાં સ્માર્ટ આસિસ્ટન્ટ, સ્માર્ટ એપ લોન્ચર, ઈમેજ સર્ચ, ક્વિક રિપ્લાય અને નોટિફિકેશન મેનેજમેન્ટ, ન્યુ એડવાન્સ હોમ સ્કીન, એડવાન્સ લોક સ્ક્રીન અને સ્પિલ્ટ સ્ક્રીન મલ્ટીટાસ્કિંગ જેવા ફીચર્સ શામેલ કરવામાં આવ્યા છે.
ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો હેન્ડ સેટની પાછળના ભાગમાં f/2.2 અપર્ચર સાથે 13 મેગા પિક્સેલ કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ ફ્રંટમાં 5 મેગાપિક્સેલ કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેના રિયર કેમેરામાં બર્સ્ટ, પેનોરેમા, HDR જેવા ઘણા મોડ આપવામાં આવ્યો છે. યુઝર્સ 1080 p અને 720 p વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકે છે. કનેક્ટિવિટી માટે તેમાં VoLTE, 3G, GPRS, EDGE, Bluetooth, Wi-Fi અને Micro USB સપોર્ટ આપવામાં આવ્યો છે.
હાલમાં આ ફોનને 16 જીબી સ્ટોરેજ મોડેલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. આશા છે કે ભવિષ્યમાં આ ફોનના વિવિધ વેરિયન્ટ્સ પણ જોવા મળશે. કાર્ડની મદદથી તેની મેમરી 128 જીબી સુધી એક્સટેન્ડ કરી શકાય છે. ડ્યુઅલ સિમ વાળા Redmi 5Aમાં માત્ર 3000 mAh બેટરી આપવામાં આવી છે.
Redmi 5Aની કિંમત લગભગ રૂ. 6000 જેટલી રાખવામાં આવી છે. ચીનના ગ્રાહકો સોમવારથી આ ફોન પ્રી-ઓર્ડર કરી શકશે. Redmi 5Aના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 296 PPI પિક્સેલ ડેન્સિટી સાથે 5 ઈંચ HD (720X1280 પિક્સેલ) ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેમાં 2 જીબી રેમ સાથે ક્વોડ કોર ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 425 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ઘણાં સમયથી લીક્સ રહ્યા બાદ હવે શ્યાઓમીએ પોતાના નવો બજેટ સમાર્ટપોન શ્યાઓમી રેડમી 5એ લોન્ચ કર્યો છે. શ્યાઓમી વિતેલા થોડા દિવસથી રેડમી 5એનું ટીઝર પણ લોન્ચ કર્યું હતું. આ સ્માર્ટફોનનું વજન 137 ગ્રામ છે. આ ફોનની સૌથી મોટી ખૂબી તેની બેટરી છે જે 8 દિવસ સુધી ચાલશે તેવો કંપનીનો દાવો છે. પાછલા મોડેલની જેમ આ મોડેલમાં પણ ફિંગરપ્રિન્ટ સ્કેનર નથી આપવામાં આવ્યું. ફોનનું ટેક્સચર મેટલ જેવુ આપવામાં આવ્યું છે. કંપનીના દાવા મુજબ આ મટિરિયલ મેટલ કરતા હલકુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -