✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Xiaomiએ લોન્ચ કર્યો Redmi 4X સ્માર્ટફોનનું 4GB રેમ વેરિઅન્ટ, કિંમત 10,227 રૂપિયા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 May 2017 10:15 AM (IST)
1

તેમાં ફિંગર પ્રિન્ટ સ્કેરની સુવિધા ફોનના પાછળના ભાગમાં આપવામાં આવી છે. ઉપરાંત કનેક્ટિવિટી માટે હાઈબ્રિડ ડ્યૂઅલ સિમ, G LTE, વાઈ-ફાઈ(802.11 b/g/n), બ્લૂટૂથ 4.1, જીપીએસ અને માઈક્રો યૂએસબી પોર્ટ છે.

2

Redmi 4Xના કેમેરાની વાત કરીએ તો તેમાં 13MPનો રિયર કેમેરા f/2.0 અપર્ચર, 5પી લેન્સ, PDAF અને LED ફ્લેશની સુવિધા આપવામાં આવી છે. તેની સાથે જ 5એમપીનો ફ્રન્ટ કેમેરા f/2.2 અપર્ચરની સુવિધાની સાથે છે.

3

Redmi 4Xના ફીચર્સની વાત કરીએ તો તેમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યૂશન 720 X 1280 પિક્સલ છે. તેના પર 2.5ડી કર્વ્ડ ગ્લાસની સુરક્ષા પણ આપવામાં આવી છે. તેમાં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર, એડ્રિનો 505 જીપીયુ, 2GB/3GB/4GB રેમ અને 16GB/32GB/64GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 128જીબી સુધી વધારી શકાય છે. આ એન્ડ્રોઈડ 6.0.1 માર્શમૈલો ઓપરેટિંગ સિસ્ટમની સાથે MIUI 8 પર આધારિત છે અને તેમાં 4100 mAhની બેટરી આપવામાં આવી છે.

4

Redmi 4Xના 2જીબી વેરિઅન્ટની કિંમત 699 યુઆન એટલે કે અંદાજે 6792 રૂપિયા અને 3જીબી વેરિઅન્ટની કિંમત 899 યુઆન એટલે કે અંદાજે 8735 રૂપિયા હતી. પરંતુ હાલમાં લોન્ચ થયેલ 4જીબી વેરિઅન્ટ 1099 યુઆન એટલે કે અંદાજે 10,227 રૂપિયાની કિંમત સાથે આજતી વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે. આ નવો સ્માર્ટફોન ચેરી પિંક, શેમ્પેન ગોલ્ડ અને મેટ બ્લેક કલર ઓપ્શન્સમાં મળશે.

5

નવી દિલ્હીઃ ચીનની સ્માર્ટફોન કંપની Xiaomiએ Redmi 4X ચાલુ વર્ષની શરૂઆતમાં ચીનમાં લોન્ચ કર્યો હતો. એ સમયે આ સ્માર્ફોનનાં માત્ર 2જીબી અને 3જીબી વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કંપનીએ તેનું 4જીબી રેમ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. જ્યારે આ પહેલા લોન્ચ થયેલ 2જીબી અને 3જીબી વેરિઅન્ટમાં 16જીબી અને 32જીબી અન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા હતી.

  • હોમ
  • ગેજેટ
  • Xiaomiએ લોન્ચ કર્યો Redmi 4X સ્માર્ટફોનનું 4GB રેમ વેરિઅન્ટ, કિંમત 10,227 રૂપિયા
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.