Smartphone Trick: ચોરીનો તો નથીને તમારો મોબાઇલ, આ નંબર પર મેસેજ મોકલીને જાણી લો
નોંધનીય છે કે, આઇએમઆઇ નંબર બદલવા પર સરકારે ત્રણ વર્ષની સજાનો કાયદો લાગુ કર્યો છે. આઇએમઆઇમા છેડછાડ કરનારા પર પોલીસ અને એજન્સીઓ દંડાત્મક જોગવાઇઓ અંતર્ગત કેસ પણ નોંધી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે તમારે હેલ્પલાઇન નંબર 14422 પર KYM (IMEI નંબર) પર મેસેજ મોકલવો પડશે. આ મેસેજના જવાબમાં એ સ્પષ્ટ થઇ જશે કે આઇએમઆઇ નંબર બદલવામાં તો નથી આવ્યોને, કેમકે સેકન્ડ હેન્ડ મોબાઇલમાં આપેલો આઇએમઆઇ કઇ બ્રાન્ડ કે મૉડલને સપોર્ટ કરે છે તે ખબર પડે છે. પંદર આંકડાનો આઇએમઆઇ નંબરની વહેંચણી દરેક કંપનીના ફોન અને તેના મૉડલ માટે અલગ અલગ હોય છે, આ એક રીતની મોબાઇલની ઓળખ છે.
ચોરી કે અન્ય રીતે મોબાઇલ મેળવનારા લોકો તેનો આઇએમઆઇ નંબર બદલી નાંખે છે, જેને ખરીદીને અજાણ્યો માણસ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. તમે મોબાઇલમાં *#06# ડાયલ કરીને ફોનનો આઇએમઆઇ નંબર જાણી શકો છો.
ચોરીનો મોબાઇલ છે કે નહીં, તે જાણવા માટે તમારે દૂરસંચારનો હેલ્પલાઇન નંબર 14422 પર એક મેસેજ કરવો પડશે. થોડીક વાર પછી નક્કી થઇ જશે કે તમારો જુનો ખરીદેલો મોબાઇલ ચોરીને છે કે નથી.
નવી દિલ્હીઃ દેશભરમાં વધતી ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવાના ઉદેશ્યથી દૂરસંચાર મંત્રાલયની પહેલથી તમે જાતેજ જાણી શકો છો કે, તમારો મોબાઇલ ચોરીનો તો નથી ને. ખાસ કરીને જ્યારે તમે જુનો મોબાઇલ ખરીદ્યો હોય ત્યારે આ ટ્રિક કામની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -