2017માં લાખો સ્માર્ટફોન પર નહીં ચાલે વૉટ્સએપ, ચલાવવા માટે શું કરવું પડશે, જાણો
ન્યૂયૉર્ક: મેસેજિંગ એપ વૉટ્સએપને જો અપડેટ કરવામાં આવ્યું નહીં તો આ વર્ષ 201ત્રના અંત સુધી લાખો સ્માર્ટફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપના હાલ એક અરબથી પણ વધારે યૂઝર્સ છે, ટેકનિકલ રીતે તેમાં નવા ફેરફાર આ એપમાં કરવામાં આવી રહ્યા છે, જેના માટે જૂના સ્માર્ટફોન તેના માટે સપોર્ટિંગ નહી હોય..
રિપોર્ટ પ્રમાણે, વોટ્સએફના એક પ્રવક્તાએ કહ્યું. “આ મોબાઈલ ડિવાઈસ અમારા એપનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં અમે અમારી એપમાં જે પ્રકારે ફીચર્સમાં વિસ્તાર કરવા માંગીએ છીએ, તેના માટે આ બરાબર નથી.” કંપની અનુસાર, 2017માં ઘણા જૂના સ્માર્ટફોન પર વૉટ્સએપની સર્વિસ બંધ થઈ જશે
મેનચેસ્ટર ઈવનિંગ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, વૉટ્સએપ આઈફોન યૂઝર્સ માટે કોઈ પણ આઈફોન 3GS અને iOS 6 પર કામ કરવાનું બંધ કરી દેશે.” એંડ્રોઈંડ 2.1 અને 2.2. પર ચાલનાર ફોન અને ટેબલેટ્સ અને વિંડો 7 ઉપર પણ વૉટ્સએપ નહીં ચાલે.
જો તમે હજી પણ વિંડો 7નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે તમારા ઉપકરણને જલ્દીમાં જલ્દી અપડેટ કરવું પડશે. જો કે, વૉટ્સએપ, બ્લેકબેરી ઓએસ 10, નોકિયા S40 અને નોકિયા S60 પર જૂન, 2017 સુધી ચાલશે.