હવે મોબાઈલ નંબર યાદ રાખવો થશે મુશ્કેલ, જાણો કેટલા ડિજિટનો હશે તમારો મોબાઈલ નંબર
ટ્રાઈએ જુલાઈના અંત સુધી દેશમાં કુલ ફોન ગ્રાહકો (વાયરલેસ અને વાયરલાઈ)ની સંખ્યા 105.88 કરોડ રહી. જૂનમાં આ આંકડો 105.98 કરડો હતી. પ્રથમ વખત એવું બન્યું કે માસિક ધોરણે દેશમાં ફોનના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ પહેલા મેમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 1.1 ટકા ઘટી હતી. કુલ મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં 1.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશમાં મોબાઈલ યૂઝર્સની સંખ્યા જુલાઈમાં ઘટીને 103.42 કરોડ પર આવી ગઈ છે જે જૂના અંત સુધી 103.51 કરોડ હતી. મુખ્ય રીતે રિલાયન્સ અને ટાટા ટેલીસર્વિસિસ જેવા ઓપરેટરોના ગ્રાહકોમાં ઘટાડો નોંધાવવાને કારણે મોબાઈલ કનેક્શનની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. માટે બની શકે કે 10 સીરીઝના નંબર આવનારા દિવસોમાં ખતમ થઈ જાય. અહેવાલ અનુસાર ટેલીકોમ વિભાગ (ડીઓટી) નવી સીરીઝ શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ ઝડપથી વધતા મોબાઈલ યૂઝર્સની સંખ્યાને કારણે દેશમાં નંબર સીરીઝનું જોખમ ઉભું થયું છે. સૂત્રો અનુસાર ટેલીકોમ કંપનીઓની પાસે ગ્રાહકોને આપવા માટે 10 ડિજિટ નંબરની સીરીઝ ખતમ થવાને આરે છે. એવામાં આવનારા દિવસોમાં તમારો મોબાઈલ નંર 10ની જગ્યાએ 11 ડિજિટનો થઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -