✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચોરાયેલ ફોનની સેવા થશે બ્લોક, મોબાઈલ ચોરી પર આવશે અંકુશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jul 2017 08:10 AM (IST)
1

સીઇઆઇઆરને તમામ મોબાઇલ ઓપરેટરોના IMEI ડેટાબેઝ સાથે કનેક્ટ કરાશે. સીઈઆઈઆર તમામ મોબાઇલ નેટવર્ક માટે સેન્ટ્રલ સિસ્ટમ તરીકે કામ કરશે. સિસ્ટમ હેઠળ નોંધાયેલા મોબાઇલ ફોનમાં કોઈ પણ કંપનીનું સિમકાર્ડ ચાલશે નહીં. IMEI નંબર બદલ્યા પછી પણ કેટેગરીના મોબાઇલ કામ કરશે નહીં. સીઆઇઆર મોબાઇલ ઓપરેટરોને નકલી IMEI નંબર પારખવામાં પણ મદદ કરશે.

2

15 આંકડાનો IMEI નંબર આંતરરાષ્ટ્રીય સંસ્થા જીએસએમએ દ્વારા ફાળવવામાં આવે છે. મોબાઇલ ચોરાઈ જાય કે ગુમ થાય તો મોબાઇલધારકે નંબર દર્શાવવો ફરજિયાત છે. ટેલિકોમ મંત્રાલય ટૂંક સમયમાં એવો નિયમ લાગુ કરશે જેના હેઠળ IMEI નંબર સાથે ચેડાંને સજાપાત્ર ગુનો ગણાશે અને દોષીને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે.

3

મોબાઇલ ફોન ચોરાઈ જવા કે ખોવાઈ જવા સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવા માટે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટીટી રજિસ્ટર (સીઇઆઇઆર) નામની સિસ્ટમ ટેલિકોમ મંત્રાલય શરૂ કરશે. માટેનો મહિનાનો પાઇલટ પ્રોજેક્ટ બીએસએનએલની સાથે મળીને પૂણે ખાતે શરૂ કરવામાં આવ્યો છે. સીઆઇઆરઆર હેઠળ ચોરાયેલા કે ગુમ થયેલા તમામ મોબાઇલ ફોનને આવરી લેવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટનો મૂળ આશય ગ્રાહકોને રક્ષણ આપવાનો તથા ચોરાયેલા મોબાઇલ ફોનનો ગેરકાયદે ઉપયોગ અટકાવવાનો છે.

4

નવી દિલ્હીઃ સરકારે એક નવી વ્યવસ્થા લાવવાની તૈયારીમાં છે જે ચોરાયેલ અથવા ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન પર તમામ સેવાઓ બ્લોક કરી દેશે. આ વ્યવસ્થા સિમ બદલવા અથવા આઈએમઈઆઈ નંબર બદલવા પર પણ તમામ નેટવર્ક પર કામ કરશે. એવામાં મોબાઈલ ચોરીથી લોકોને છુટકારો મળી શકે તેમ છે કારણ કે તેને ચોરવા પર તેનો કોઈ ફાયદો નહીં મળે.

  • હોમ
  • ગેજેટ
  • ચોરાયેલ ફોનની સેવા થશે બ્લોક, મોબાઈલ ચોરી પર આવશે અંકુશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.