ડાર્કવેબ પર સાવ નજીવી કિંમતે વેચાઈ રહ્યો છે ચોરી થયેલો તમારે ફેસબુક ડેટા
નવી દિલ્હીઃ ફેસબુક યૂઝર્સનો ડેટા અસુરક્ષિત છે, તેનો અંદાજ તમને છેલ્લા થોડા મહિનાથી લાગી ગયો હતો. ફેસબુકે એડ માટે થર્ડ પાર્ટી કંપનીઓને તમારો ડેટા તો વેચી રહી હતી. કંપનીએ વિતેલા સપ્તાહે એ વાતનો પણ ખુલાસો કર્યો કે 5 કરોડ ફેસબુક યૂઝર્સના ખાતા હેક થયા છે. હવે અહેવાલ આવી રહ્યા છે કે ચોરી થયેલ ફેસબુક એકાઉન્ટ એટલે કે ફેસબુક એકાઉન્ટનો ડેટા ટાર્કવેબ પર વેચાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર, ડાર્કવેબ પર આપના ચોરી થયેલા ફેસબુક અકાઉન્ટ અને તેનાં ડેટાનો ભાવ 3થી 12 ડોલરની વચ્ચે છે એટલે કે 219થી 880 રૂપિયા સુધી હોય છે. ડાર્કવેબમાં બજારમાં ડ્રીમ માર્કેટ જેવી વેબસાઇટ પર આ અકાઉન્ટ વેચાઇ રહ્યાં છે. અહીં ફેસબુક યૂઝર્સનો ડેટા એટલાં ઓછા ભાવે ઉપલબ્ધ છે.
રિપોર્ટ મુજબ માનીયે તો ડ્રીમ માર્કેટ એમોઝોન અને ઇબે જેવી સાઇટની જેમ જ રેટિંગ સિસ્ટમથી પોતાનાં વેન્ડર્સને વેરિફાય કરે છે પણ આપ આ ડિજિટલ કરન્સી એટલે કે બિટકોઇન કે ક્રિપ્ટોકરન્સીથી જ ખરીદી શકો છો. ડાર્કવેબ ઇન્ટરનેટની તે બાજુ છે જેને ખાસ સોફ્ટવેર દ્વારા જ એક્સેસ કરવામાં આવે છે. અહીં ડેટાની આપ-લે, ડિજિટલ કરન્સીનું ચલણ અને કાળા ધંધા પુષ્કળ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -