કોંગ્રેસમાં ફરી ભડકોઃ રાજીવ સાતવે બોલાવેલી બેઠકમાં 10 ધારાસભ્યો ગેરહાજર, જાણો કોણ કોણ ના આવ્યા ?
આ બેઠકમાં અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, પ્રતાપ દૂઘાત, સંતોકબેન આરેઠિયા, વિક્રમ માડમ, રાજેન્દ્ર પરમાર, ગ્યાસુદીન શેખ, હિમ્મતસિંહ પટેલ ગેરહાજર રહ્યા હતા. એકતા યાત્રાના કારણે કોંગ્રેસની આજની બેઠકમાં અલ્પેશ અને ભરતજી ઠાકોર ગેરહાજર રહ્યા હોવાનું કારણ અપાયું હતું.
બીજી તરફ અલ્પેશ ઠાકોરના સાથી અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા હાજર રહ્યા હતા. ધવલસિંહ હાજર રહી શકે તો અલ્પેશ અને ભરતજી ઠાકોર કેમ હાજર ના રહી શકે એવો સવાલ પણ કોંગ્રેસની આ બેઠકમાં પૂછાતો હતો પણ કોંગ્રેસના નેતાઓએ ચૂપકીદી સાધી હતી.
આ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે બોલાવેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં 10થી વધારે ધારાસભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસમાં ઓલ ઈઝ વેલ નથી એ ફરી સ્પષ્ટ થયું છે. લોકસભાની ચૂંટણી અને વિધાનસભા સત્ર અંગેની બેઠકમાં 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અંગે વ્યૂહરચના ઘડવા માટે કોંગ્રેસ કવાયત કરી રહી છે ત્યારે કોંગ્રેસમાં નવા નવા ડખા ઉભા થઈ રહ્યા છે. ગયા મહિને કોંગ્રેસના જૂના જોગીઓએ અર્જુન મોઢવડિયાના ઘરે બેઠક બોલાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી તેના કારણે ખળભળાટ મચ્યો હતો.