Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નવું નજરાણું: ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ બનશે 10 નવા ફ્લાયઓવર, જાણો વિગત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં આ નવા 10 ફ્લાયઓવર બ્રિજ માટે કરોડો રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવરની સાથે નવા ઓવરબ્રિજોને પણ મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત તેની સાથે રાજ્ય સરકારે હાલના રસ્તાઓને લાંબા અને કાચા રસ્તાને લાઈનિંગ કરવાની વાત પણ અમલમાં મુકી રહી છે. ફ્લાયઓવર ફોર-લેન રોજ જંક્શન પર પણ બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, આશરે 487 કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં 10 નવા ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા તો હળવી થશે, આ સાથે પ્રજાજનો ખાસ કરીને વાહનચાલકોને આવનજાવન અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણી સરળતા પ્રાપ્ત થશે.
ગુજરાતમાં આ નવા ફ્લાયઓવર આ ત્રણ ભાગોમાં નિર્માણ પામશે. જેમાં તમામ 10 ફ્લાયઓવર ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય રસ્તાઓ પર બનાવવામાં આવશે.
ગાંધીનગર: લોસકભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારનું બજેટ રજુ થયું હતું ત્યારે બીજુબાજુ ગુજરાત સરકારે પણ કેટલીક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે ગુજરાતના ત્રણ ભાગોમાં 10 નવા ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી છે. આ બધાં જ ફ્લાયઓવર પહેલા ચરણમાં છે અને લગભગ 487 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -