ગાંધીનગરઃ સગીરા સાથે ફ્રેન્ડે પરાણે બાંધ્યા સંબંધ ને પછી છોડીને જતો રહ્યો, સગીરાએ મદદ માગતાં બે યુવકોએ શું કર્યું?
ગાંધીનગર એસપી વિક્રમસિંહ યાદવે જણાવ્યું કે છોકરીના બોયફ્રેન્ડ વિપુલ ઠાકોર અને ત્રણ અન્ય સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ગાંધીનગર પોલીસે ગેંગરેપ અને ઉષ્કેરણીનો કેસ દાખલ કર્યો છે. ઈન્સ્પેક્ટર આરબી રાણાએ જણાવ્યું કે છોકરીને મેડિકલ તપાસ માટે કાલોલ સિવિલ હોસ્પિટલે મોકલી આપવામાં આવી છે. છોકરીની ઉંમર 17 વર્ષની હોવાથી POCSO ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં વિક્રમસિંહ સોલંકીએ કહ્યું કે “રસ્તામાંથી પસાર થતા લોકો પાસે છોકરીએ મદદ માંગી હતી, દરમિયાન બાઈક પર જઈ રહેલા ત્રણ છોકરાઓએ છોકરીને ઘરે છોડી જવાની ઑફર આપી. બાદમાં તેઓ છોકરીને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા અને તેમાંથી 2 છોકરાઓએ પીડિતાનો રેપ કર્યો હતો.” માહિતી મુજબ ત્રણ બાઈકસવારમાંથી એક સગીર વયનો છોકરો હતો.
પોલીસે બળાત્કાર કરનારા 3 યુવાનો (અરવિંદ ઠાકોર, બળદેવજી ઠાકોર, વિપુલ ઠાકોર, તમામ રહે. ગામ-શેરીસા, તા. કલોલ)ની ધરપકડ કરી છે. જ્યારે મદદ કરનાર ચોથો આરોપી સગીર હોવાની શંકા હોઇ પોલીસે તેની અટક કરી ઉંમરની ખરાઇ કરી રહી છે.
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના એક ગામની 17 વર્ષની સગીરાને ફોસલાવીને વિપુલ નામના યુવકે મિત્રના ખેતરમાં લઇ જઇ બુધવારે તેની સાથે બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ તેને શેરીસા મોટી કેનાલ પાસે રાત્રે ઉતારી જતો રહ્યો હતો. આ સમયે બે બાઇક પર આવેલા 5 યુવાનો તેને મદદ કરવાના બહાને નેળિયામાં લઇ ગયા હતા. જ્યાં એક યુવાને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા બે યુવાનોએ તેને રોક્યા હતા. પરંતુ બંને યુવાનોને ત્યાંથી ભગાડી દીધા હતા અને બાકીના 3 યુવાનો પૈકી બે યુવાનોએ સગીરાના હાથ પકડી રાખ્યા અને વારા ફરતી બે યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો.
ગાંધીનગર ડીએસપી વિક્રમસિંહ સોલંકી આ કેસની તપાસ કરી રહ્યા છે. વિક્રમસિંહે કહ્યું કે, “છોકરી તેના ગામથી વિપુલ ઠાકોર સાથે ભાગી હતી. છોકરાની ઉંમર 21 વર્ષની છે. બુધવારે સાંજે તેઓ શેરીસા ગામમાં આવેલ વિપુલના ખેતરે ગયાં હતાં. વિપુલે ખેતરમાં જ છોકરી પર દુષ્કર્મ આચરી બાદમાં તેને એક કેનાલ પાસે એકલી છોડીને જતો રહ્યો હતો.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -