✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત વિધાનસભામાં 179 ધારાસભ્યોએ લીધા શપથ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2018 02:51 PM (IST)
1

2

ગુજરાતની વિધાનસભાના કુલ 182 ધારાસભ્યો છે પણ 3 ધારાસભ્યો ગેરહાજર રહેવાથી 179 ધારાસભ્યોએ શપથગ્રહણ કર્યા હતા. ગેરહાજર રહેનાર ત્રણેય ધારાસભ્યો ભાજપના હતા, જેમાં મંત્રી વિભાવરીબેન દવે લંડન વિદેશ પ્રવાસે છે, જગદીશ પંચાલ આઉટ ઓફ સ્ટેસ છે અને પરષોત્તમ સોલંકીના ઘરે પ્રસંગ હોવાથી હાજર રહી શક્યા ન હતા.

3

રાજ્યપાલ ઓ.પી. કોહલીએ એક જાહેરનામા દ્વારા વરણી કરી હતી. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર આચાર્ય ચૂંટણી જીતેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

4

જ્યાં સુધી નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી નિયમ અંતર્ગત તેમના પગાર ભથ્થાં તથા સરકારી લાભો તેમને મળતાં નથી. ચૂંટણી જીતી લીધી હોવા છતાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મહિનાભરનો પગાર મળવાનો નથી. જેથી આજે શપથ લીધા બાદ ધારાસભ્યોને તમામ લાભો મળશે.

5

ઉલ્લેખનીય છે કે, 16 જાન્યુઆરીએ ડૉ. નીમા આચાર્ચને પ્રોટેમ સ્પીકર તરીકે નિમવામાં આવ્યા હતા. વિધાનસભાના કાયમી અધ્યક્ષની વરણી ન થાય ત્યાં સુધી ડો. નીમાબહેન વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રહેશે.

6

7

શપથ ગ્રહણ સમારોહમાં તમામ 179 ધારાસભ્યોને એક સાથે નહીં પરંતુ વારાફરતી એક-એક ધારાસભ્યને શપથ લેવડાવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક મહિના લાંબા અંતરાલ બાદ ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ કર્યા, આ પહેલા ક્યારેય આવું થયું નથી.

8

ગાંધીનગરઃ આખરે એક મહિનાના લાંબા અંતરાલ બાદ ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોએ શપથગ્રહણ કરી લીધા છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલા સાબરમતી સભાગૃહમાં ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા નવા ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર ડો. નીમા આચાર્ચએ શપથ લેવડાવ્યા હતા.

  • હોમ
  • ગાંધીનગર
  • ગુજરાત વિધાનસભામાં 179 ધારાસભ્યોએ લીધા શપથ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.