ગુજરાત સરકારે ફિક્સ પગારદારો માટે કર્યો મોટો આદેશ, જાણો વિગત
તેમને કરારીય સમયગાળો પૂર્ણ થયો હોય તેવા કર્મચારીની સાથે જેમનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો હોત તેમનો પણ પ્રવરતાક્રમ નક્કી કરીને વિભાગીય વડાઓને પ્રમોશન માટે દરખાસ્ત મોકલવાની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાં વિભાગની વર્ષ 2006ની ફિક્સવેતન નીતિ અન્વયે અને વર્ષ 2012 અથવા તે પહેલાની બેચમાં નિમણૂંક મેળવેલ હોય.
સામાન્ય વહીવટ વિભાગમાં ઉપસચિવ ભરત ત્રિવેદીની સહીથી પ્રસિદ્ધ પગારથી નિમણૂંક મેળવનારા કર્મચારી સરકારી સેવામાં જોડાયા તે તારીખ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ મેરિટને ક્રમ અનુસાર પ્રવરતા એટલે સિનિયોરિટીક્રમ ગોઠવવા સૂચવાઓ આપવામાં આવી છે.
સરકારી તંત્રમાં ઉપલી કેડરોમાં વ્યવસ્થા સંચાલન માટે સિનિયર કર્મચારીઓની અછત છે. આથી ફિડર કેડરોમાં પ્રમોશનની પ્રક્રિયા ફટાફટ પૂર્ણ કરવા પ્રવરતા યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે તેવું જાણવા મળ્યું હતું.
તેના માટે પ્રવરતા યાદીઓ તૈયાર કરી રહેતા વિભાગોને ફિક્સ વેતનદારોના પાંચ વર્ષ કે ત્રણ વર્ષ જેવા કાર્યકાળનો પણ સિનિયોરિટીની ગણવામાં સમાવેશ કરવામાં આવશે. જેનો ઉલ્લેખ અજમાયસી કાર્યકાળ તરીકે થશે.
અમદાવાદ: ગુજરાત સરકારના તમામ વિભાગો, જિલ્લાઓમાં ફિક્સ વેતનદારોમાં ક્લાસ-3ના કર્મચારીઓને પ્રમોશન આપવા સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યો છે. જેના કારણે ક્લાસ-3ના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -