વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ટોચના કયા-કયા ઉદ્યોગપતિઓ આપશે હાજરી? આ રહ્યું લિસ્ટ
આ ઉપરાંત કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી, આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી, ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ, હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડેન્ટ સંદીપ સોમાની, વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર, ઓએનજીસીના ચેરમેન શશી શંકર અને આઇઓસીએલના ચેરમેન સંજીવ સિંહ વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ, સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા, ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી અને કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક, વાઈબ્રન્ટ સમિટમાં હાજર રહેશે તેવું જાણવા મળ્યું છે.
ગાંધીનગર: ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં આયોજીત વાઈબ્રન્ટ સમિટ 2019માં દેશના ઉદ્યોગજગતના ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019 18 તારીખથી શરૂ થશે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અદિ ગોદરેજ, પંકજ પટેલ ઉદય કોટક જેવા ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ ઉપરાંત વિદેશી મહેમાનો પણ હાજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -