અમિત ચાવડાએ કોંગ્રેસનાં કહેવાતાં મોટાં માથાંને શું આપી સીધી ચીમકી? જાણો વિગત
સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો સાથેના સંવાદનું આયોજન થયું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષમાં કામ કરનાર કાર્યકરને મહત્વ મળશે અને કામ ન કરનારને હોદ્દા પરથી દુર કરાશે. પક્ષમાં શિસ્ત અને સંયમ સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા માટે કામ કરનારને પક્ષમાં અગત્યની જવાબદારી સોંપાશે. સૌ સાથે મળીને લોકસભા-2019માં કામગીરી કરવાની છે અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવાના છે. ભાજપની નકારાત્મક સામે કોંગ્રેસ પક્ષ હકારાત્મક કરશે.
જનસંપર્ક અભિયાન હેઠળ રાજ્યભરમાં પ્રવાસ કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તમામ સ્થળે કોંગ્રેસની બેઠકમાં ટોચના આગેવાનોની હાજરીમાં સ્પપ્ટ કદી દીધું કે, નિષ્ક્રીય હોવા છતાં હોદ્દાઓ પર રહેલા નેતાઓએ સક્રિય થવું પડશે, કાં તો હોદ્દો છોડવો પડશે. પક્ષમાં રહીને પક્ષની ઘોર ખોદનારાઓ પણ સાનમાં સમજી જાય નહીં તો બરતરફીનો વખત આવશે.
ગાંધીનગરઃ કોંગ્રેસ પાર્ટીને રાજ્યમાં ફરીથી સક્રિય કરવા કોંગ્રેસ ગુજરાતના ટોચના નેતાઓ એક્ટિવ થઇ ગયા છે. નવા નિમાયેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પાર્ટીના કહેવાતા મોટા માથાઓને સીધેસીધી ચીમકી આપી દીધી છે. તેમને દરેક કાર્યકર અને હોદ્દાદારોને કામ કરવા માટે અપીલ કરી છે.