ગુજરાત કોંગ્રેસે ઝોનલ પ્રભારીઓના નામની કરી જાહેરાત, જાણો કોને મળ્યું સ્થાન
સૌરાષ્ટ્રમાં નૌશાદ સોલંકી (ધારાસભ્ય), સોમાભાઇ પટેલ (ધારાસભ્ય), બ્રિજેશ મેરજા (ધારાસભ્ય), ચંદ્રિકાબેન ચૂડાસમા, ડો. કીર્તિબેન અગ્રાવત, માનસિંહ ડોડિયા, પાલભાઇ આંબલિયા, ભીખુભાઇ વરોતરિયા, ધરમ કાંબલિયાની નિમણૂક કરવામાં આવી છે.
દક્ષિણ ઝોનમાં મહેન્દ્રસિંહ સુતરિયા, જીતુભાઇ ચૌધરી (ધારાસભ્ય), નિરવ નાયકની નિયુક્તિ કરવામાં આવી છે.
મધ્ય ઝોનમાં ડો. જીતુ પટેલ, રાજેન્દ્રસિંહ પટેલ, વિગ્નાત્રીબેન પટેલ, નટવરસિંહ મહિડા, ઇકબાલ શેખ, હરેશ વસાવાની વરણી કરવામાં આવી છે.
ઉત્તર ઝોનમાં લાખાભાઇ ભરવાડ (ધારાસભ્ય), અશ્વિન કોટવાલ (ધારાસભ્ય), માંગીલાલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ઝોન પ્રભારીમાં જે તે વિસ્તારના સ્થાનિક યુવા નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી માટે તેમની કામગીરી ખૂબ મહત્વની બની રહેશે.
ઝોનલ પ્રભારીઓમાં ધારાસભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેથી કરીને સ્થાનિક સંગઠન પર તેમની પકડ રહે અને કામગીરી ઝડપી બને. ઉત્તર ઝોનમાં 3 પ્રભારીઓ, મધ્ય ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 3 અને સૌરાષ્ટ્રમાં 9 પ્રભારીઓની નિયુક્તિ કરાઇ છે.
આ પ્રભારીઓમાં 80 ટકાથી વધુ યુવાઓ એટલે 50 વર્ષથી ઓછી વયના નેતાઓ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્દેશો પ્રમાણે સંગઠનમાં યુવાનોને પ્રાધાન્ય આપવાની વાતનો અમલ આ ઝોનલ પ્રભારીઓની નિયુ્ક્તિઓ પરથી જ ખ્યાલ આવી રહ્યો છે.
ગાંધીનગરઃ પ્રદેશ કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા અને લોકસભાની તૈયારીઓ માટે ઝોનલ પ્રભારીઓની નિયુક્તિ કરી છે. ઝોન પ્રમાણે તમામ પ્રભારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઝોનલ પ્રભારીઓ બુથદીઠ જનમિત્રોને જોડશે. જેથી કરીને લોકસભા ચૂંટણી પહેલા લગભગ 1 લાખ યુવાનોને કોંગ્રેસ સાથે જોડાશે.