મારા પિતાએ કહેલુ, ''હેન્ડસમ અંબાણી ભાઈઓને બિઝનેસમાં ફોલો કરજો''
મુકેશ અંબાણી પણ આ વાત સાંભળીને ખડખડાટ હસી પડયા હતા. ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અંગે પણ તેમણે કહ્યું હતું કે, એરબસ બોઇંગનું રો મટીરીયલ ગુજરાતથી આવે છે તો ટેક્ષટાઇલની ડાઇઝ પણ ગુજરાતમાંથી મેળવાય છે. હંટ્સમેને બિઝનેસની સાથે માનવીય મૂલ્યોને પણ મહત્વના ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, સમાજને રહેવાનું વધુ સારૂ સ્થળ બનાવવાનું પણ તેટલું જ મહત્વનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અંગે પણ તેમણે કહ્યું હતું કે, એરબસ બોઇંગનું રો મટીરીયલ ગુજરાતથી આવે છે તો ટેક્ષટાઇલની ડાઇઝ પણ ગુજરાતમાંથી મેળવાય છે. હંટ્સમેને બિઝનેસની સાથે માનવીય મૂલ્યોને પણ મહત્વના ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, સમાજને રહેવાનું વધુ સારૂ સ્થળ બનાવવાનું પણ તેટલું જ મહત્વનું છે.
અમેરિકાની હંટ્સમેન કોર્પોરેશનના સીઈઓ પીટર હંટ્સમેને ઉદ્દઘાટન સમારંભમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં તેમને સંબોધીને કહ્યું હતું કે, તમે જુન મહિનામાં આવ્યા હતા ત્યારે અમારા જેવા ઘણાંને થયું હતું કે તમે ત્યાં લાંબુ રોકાવ અને દેશનું નેતૃત્વ પણ સંભાળી લો. હંટ્સમેનના આ ઉદ્દગારો સાથે જ મોદીના ચહેરા પર હાસ્ય છલકાઇ ગયું હતું અને મહાત્મા મંદિર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠયો હતો.
એક અમેરિકન કંપનીના ઉદ્યોગપતિ ભારતીય વડાપ્રધાન માટે આવા ઉચ્ચારણો કરે તેના કારણે ભારતીય ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ પણ આશ્વર્યમાં મૂકાઇ ગયા હતા. દેશ-વિદેશના ડેલિગેટ્સ અને રાજકીય નેતાઓ અને બિઝનેસ પ્રતિનિધિ મંડળની હાજરીમાં તેમણે મોદીના વિઝનને અભૂતપૂર્વ ગણાવ્યું હતું. સરકારની નીતિ લાખો લોકોના જીવન બદલી રહી છે. જયારે નેતૃત્વની ઉણપ વર્તાય છે ત્યારે અમે તે ક્ષમતા મોદીમાં જોઇયે છે.
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ, વિઝન અને વહીવટી શૈલી પર ગ્લોબલ સીઈઓ અને મલ્ટીનેશનલ કંપનીઓના માંધાતાઓ ઓવારી ગયા હોવાનું દેખાઈ આવ્યું હતું. જુદા જુદા દેશના મોદીના અઢી વર્ષના શાસનની અલગ અલગ રીતે પ્રશંસા કરી હતી.
હંટ્સમેને અહીંથી ન અટકતા ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલા તેઓ તેમના પિતા સાથે ભારત આવ્યા હતા ત્યારે તેમણે ધીરૂભાઇ અંબાણીના બે હેન્ડસમ પુત્ર બતાવ્યા હતા. અમે છ ભાઇઓ હતા અને અમારા પિતાએ કહ્યું હતું કે, આ અંબાણી બંધુઓને બિઝનેસ માટે ફોલો કરજો અને આજે રિલાયન્સ કંપની શું છે તેનું પરિણામ બધાની નજર સામે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -