વાઈબ્રન્ટ: 'ભલે પધારો' કહીને મોદીએ તમામનું અભિવાદન કર્યું, જાપાન-કેનેડાનો માન્યો આભાર
આગામી એક મહિનામાં 450 ગામોને ડીઝીટલ પેમેન્ટ માટે સક્ષમ બનાવવામાં આવશે. ગુજરાતનો વિકાસ સંતુલિત અને સાર્વત્રિક છે, તેમ વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું. રતન ટાટાએ કહ્યું કે, તમે ગુજરાતમાં રોકાણ ન કરો તો તમે મૂર્ખ છો. ગુજરાત દેશનું સૌથી ઝડપી વિકસતું રાજ્ય છે. પીએમ નરેન્દ્ર મોદીના વિઝનના પણ વખાણ કર્યા અને અંતે ગુજરાતીમાં કહ્યું હું પણ ગુજરાતી છું અને આપણે બધા ગુજરાતમાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રસંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ આગામી માર્ચ 2017 સુધીમાં વધુ 10 હજાર કરોડ નું રોકાણ કરશે. રાજ્યની શાળાઓ અને હોસ્પિટલોમાં જીઓ ડીઝીટલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવાશે. પ્રધાનમંત્રીના ડીઝીટલ પેમેન્ટના સપનાને સાકાર કરીશું.
વાઈબ્રન્ટ સમિટના ઉદઘાટન પ્રસંગે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે જય જય ગરવી ગુજરાત ગીતનું ગાન કર્યું હતું અને ગુજરાતી અસ્મિતાનો પરિચય કરાવ્યો હતો. એ પછી વાયબ્રન્ટ ગુજરાત અંગે પ્રેઝન્ટેશન કરાયું હતું. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરાયા હતા અને મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું.
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નો આજે વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં આ સમિટનો પ્રારંભ કરાયો હતો. મોદીએ 'ભલે પધારો' કહીને તમામ મહેમાનોનું અભિવાદન કર્યું હતું. તેમણે વાઇબ્રન્ટના પ્રારંભથી સાથ આપનાર જાપાન-કેનેડાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, 2003થી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ કરાવી હતી, ત્યારથી ખૂબ જ સફળ રહ્યો છે, તેમ જણાવ્યું હતું.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 49000 કરોડનું રોકાણ કરશે. 25 હજાર સ્થાનિક રોજગારી ઉભી થશે. ડિસેલીનેશન પ્લાંટ 2 હજાર કરોડ અને સિમેન્ટ પ્લાંટમાં 5500 કરોડનું મૂડી રોકાણ કરાશે. 16700 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે મુન્દ્રા, હજીરા, દહેજ પોર્ટ અને આંતર માળખાકીય વિકાસનું આયોજન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -