✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગાંધીનગરઃ પારસા ગામમાં દલિતે કાઢ્યો વરઘોડો, દબંગોએ વરરાજાને ઘોડી પરથી ઉતારી દેવાતા બબાલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jun 2018 03:57 PM (IST)
1

દલિત યુવકના વરઘોડોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના કાફલા સાથે દલિત યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો. જેમાં લોકોએ ખુશ જોવા મળી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મહેસાણા વિઠ્ઠલાપુરમાં મોજડી પહેરવાને લઇને એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

2

અમદાવાદઃ ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગાંધીનગર જિલ્લાના માણસાના પારસા ગામમાં દલિત યુવકના લગ્ન હતા જેને અટકાવવામાં આવ્યા હતા. કારણ કે પારસા ગામમાં દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દલિત યુવકના લગ્નમાં સગા-સંબંધી સહિત હાજર સૌ કોઈ આ ઘટનાથી ચોંકી ગયા હતાં. જોકે બાદમાં પોલીસના હસ્તક્ષેપ બાદ દલિત યુવકનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો જેમાં સૌ કોઈ ખુશ જોવા મળ્યા હતાં.

3

દલિત પરિવારજનો અને અન્ય લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અને ગામના સરપંચની દરમિયાનગીરી બાદ ફરીથી યુવકનો વરઘોડો ધામધૂમથી કાઢવામાં આવ્યો હતો.

4

આજે માણસાના પરસા ગામમાં દલિત યુવકના લગ્ન નિર્ધાયા હતાં. લગ્નમાં યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે, કેટલાંક લોકોએ યુવકને અપમાનિત કરીને ઘોડી પરથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.

  • હોમ
  • ગાંધીનગર
  • ગાંધીનગરઃ પારસા ગામમાં દલિતે કાઢ્યો વરઘોડો, દબંગોએ વરરાજાને ઘોડી પરથી ઉતારી દેવાતા બબાલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.