લોકસભાની 26 બેઠકો જાળવી રાખવા ગુજરાત ભાજપ કોની અધ્યક્ષતામાં કરશે ચિંતન બેઠક, જાણો વિગત
લોકસભાની ચૂંટણી પહેલા નવા કાર્યક્રમો કરીને વોટબેંક વધુ મજબુત કરવાની પણ ચર્ચા કરવામાં આવશે. સરકારના પ્રજાલક્ષી કાર્યોની જાહેરાત કરીને લોકસમર્થન વધુ મજબુત કરવાનો પ્રયાસ કરવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ચિંતન બેઠક પહેલા 17 અને 18 જૂનના રોજ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવશે. લોકસભાની ચૂંટણીના આયોજન રૂપી ચિંતન બેઠકમાં સ્થાનિક પરિણામો પર મંથનચર્ચા કરીને સંગઠનોને કઈ રીતે વધુ મજબુત બનાવાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
પક્ષમાં આંતર વિખવાદને ભુલીને તમામ બેઠકો કઈ રીતે જીતી શકાય તે અંગેનું માર્ગદર્શન અમિત શાહ આપશે તેવું સુત્રોએ જણાવ્યું હતું. જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના ઉચ્ચ નેતાઓ હાજર રહેશે.
આ બેઠક રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી 2019નો રોડમેપ આ ઉપરાંત ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા માટે ચિંતન બેઠક રાખી હોવાનું પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
ગાંઘીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું નહતું જોકે ભાજપનો વિજય થયો હતો. જેના કારણે ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની હતી. જ્યારે કોંગ્રેસનું સારુ પ્રદર્શન રહ્યું હતું જોકે હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભાની ચૂંટણીની તૈયારી રૂપે 24 અને 25 જૂનના રોજ અમદાવાદના એસજીવીપી કેમ્પસ ખાતે ભાજપની ચિંતન બેઠકનું આયોજન કરાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -