બિટકોઇન કેસઃ નલિન કોટડિયા સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 May 2018 04:36 PM (IST)
1
આ અગાઉ પોલીસે ધારીના જંગલ વિસ્તારોમાં પણ કોટડિયા છૂપાયા હોવાની આશંકા સાથે તપાસ કરી હતી. ધારીના કુબડા ગામ સાથે જંગલ વિસ્તારો ખાનગી વાહનોમાં સી.આઈ.ડી.એ તપાસ કરી હતી.
2
સીઆઇડી ક્રાઇમે કોટડિયા અન્ય રાજ્યમાં હોવાની આશંકાથી ધરપકડ માટે વોરંટ માટે અરજી કરી હતી. બહુચર્ચિત બિટકોઈન કેસમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરાયું છે.
3
અમદાવાદઃ બીટકોઇન કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. CID ક્રાઈમે કરેલી અરજી બાદ સીટી સિવિલ અને સેસંશ કોર્ટે વૉરંટ ઈશ્યું કર્યું છે. પૂછપરછ માટે વારંવાર નોટિસ આપવા છતાં હાજર ન થયેલા નલિન કોટડિયાની ધરપકડ માટે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી ઝડપી બનાવી હતી.