ગુજરાતની તમામ મહિલા ધારાસભ્યોને ભાજપ-કોંગ્રેસના ક્યા 3 ધારાસભ્યોએ આપી 8-8 હજારની સિલ્કની સાડી? બજારમાં જાતે જઈને કર્યું શોપિંગ
પરેશ ધાનાણી, પંકજ દેસાઈ અને યોગેશ પટેલે બજારમાં કંઈ કેટલીયે સાડીઓ જોયા પછી મહિલા ધારાસભ્યોને પસંદ પડે ને તેમને ગૌરવપૂર્ણ લાગે તેવી વિવિધ રંગી ડિઝાઈનયુક્ત સાડીઓ પસંદ કરી હતી. મહિલા ધારાસભ્યો પ્રત્યેની આ લાગણી અને ભાવનાની ભાજપ- કોંગ્રેસના તમામ સભ્યોએ સરાહના કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાએ વિશ્વ મહિલા દિનને ગૌરવવંતુ બનાવવા માટે ગુરૂવારે વિધાનસભાના સ્પીકરપદે મહિલા ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની પસંદગી કરી હતી. તમામ સ્ટાફ મહિલા રખાયો હતો અને વિધાનસભાએ એકમતે ગુજરાતની તમામ મહિલાઓ- માતાઓને શુભેચ્છા પણ પાઠવી હતી.
મહિસા ધારાસભ્યોને અપાયેલી આ દરેક સાડીની કિંમત 8 હજાર રૂપિયા હતી. આ રકમ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈ અને ભાજપના વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાના ખિસ્સામાંથી આપી હતી. ત્રણેયે કુલ મળીને 1.04 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
આ પૈકી ક્યા ધારાસભ્યે કેટલી રકમ આપી તે ખબર નથી પણ સરખા ભાગે વહેંચો તો ભાજપ અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના ભાગે લગભગ 35 હજાર રૂપિયા આવે. મજાની વાત એ છે કે, ભાજપ-કોંગ્રેસના આ ત્રણેય વરિષ્ઠ ધારાસભ્યો સાથે જ સિલ્ક સાડી ખરીદવા બજારમાં ગયા હતા અને શોપિંગ કર્યું હતું.
ગુજરાત વિધાનસભામાં મહિલા દિને ભાજપ અને કોંગ્રેસને દરેક મહિલા ધારાસભ્યને ત્રણ ધારાસભ્યો દ્વારા એક સુંદર અને આકર્ષક સિલ્ક સાડીની ભેટ આપવામાં આવી હતી. આ ભેટનો સ્વીકાર કરતાં ભાજપની નવ અને કોંગ્રેસની ચાર મહિલાઓ ગદગદ થઈ ગઈ હતી અને તેમણે દિલથી તેમનો આભાર માન્યો.
ગાંધીનગરઃ ગુરૂવારે વિશ્વ મહિલા દિનની સમગ્ર વિશ્વની મહિલાઓએ ભવ્ય ઉજવણી કરી. આ ઉજવણીમાં ગુજરાતની મહિલાઓ પણ જોડાઈ હતી. ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલી ભાજપ- કોંગ્રેસની મહિલા ધારાસભ્યો પણ આ ઉજવણીમાં જોડાઈ હતી ત્યારે ભાજપ-કોંગ્રેસના ત્રણ નેતાઓએ આ ઉજવણીને વધારે યાદગાર બનાવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -